સેંચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડીયનો ઘોર પરાજય થયો છે. સાઉથ આફ્રિકાએ ઈનિંગ્સ અને 32 રનથી પહેલી ટેસ્ટ જીત લઈને 1-0થી સરસાઈથી મેળવી લીધી છે.
સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતવાનું ભારતનું સપનું રોળાઈ ગયું છે. રોહિત બ્રિગેડનો એક પણ ખેલાડી ન ચાલવાને કારણે સાઉથ આફ્રિકાએ એક ઈનિંગ અને 32 રનથી પહેલી ટેસ્ટ જીતી લીધી હતી. ભારત હવે માત્ર બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીની બરોબરી કરી શકે છે. બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાવાની છે. ટીમ ઇન્ડિયાની બેટિંગ બંને ઇનિંગ્સ ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલ અને બીજી ઈનિંગમાં વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયાનો અન્ય કોઈ બેટ્સમેન સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોનો સામનો નહોતો કરી શક્યાં.
- Advertisement -
આખી ટીમ 131 રનમાં જ ધરાશાયી
પ્રથમ ઈનિંગમાં 163 રનથી પાછળ રહ્યા બાદ ભારતીય બેટ્સમેનો પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જો કે, આવું થઈ શક્યું નહીં. બીજી ઈનિંગમાં ભારતીય ટીમની ઈનિંગ શરૂઆતથી જ આઉટ ઓફ ટ્રેક લાગતી હતી. ઓવરઓલ ભારત બીજી ઈનિંગમાં માત્ર 34.1 ઓવર જ રમી શક્યું હતુ અને તેમની આખી ટીમ 131 રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. વિરાટ કોહલી બીજી ઇનિંગમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરી શક્યો હતો. કોહલીએ 82 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા.
That's that from the Test at Centurion.
South Africa win by an innings and 32 runs, lead the series 1-0.
- Advertisement -
Scorecard – https://t.co/032B8Fmvt4 #SAvIND pic.twitter.com/Sd7hJSxqGK
— BCCI (@BCCI) December 28, 2023
દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 408 રન
અગાઉ સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસે પાંચ વિકેટે 256ના સ્કોરથી આગળ રમવાનું શરુ કર્યું હતુ. અણનમ બેટ્સમેન ડીન એલ્ગર અને માર્કો જેનસેને ઇનિંગ્સને શાનદાર રીતે લંબાવી હતી. એલ્ગર અને જેનસેને છઠ્ઠી વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી, જેના કારણે આફ્રિકાએ શાનદાર સ્થિતિમાં લાવી દીધું હતુ.દક્ષિણ આફ્રિકાએ પોતાના પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા અને 163 રનની મોટી લીડ મેળવી હતી. ડીન એલ્ગરે 287 બોલનો સામનો કરતાં 185 રન ફટકાર્યા હતા, જેમાં 28 ચોગ્ગા સામેલ હતા. તે જ સમયે, માર્કો જેનસેને 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 84 રન બનાવ્યા હતા. કેપ્ટન ટેમ્બા બાવુમા ઈજાના કારણે બેટીંગમાં ઉતર્યો નથી. ભારત માટે જસપ્રિત બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી.
અનુભવનો અભાવ
પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટિંગ ઘણી નબળી રહી હતી. પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલ અને બીજી ઈનિંગમાં વિરાટ કોહલીને બાદ કરતાં બાકીના બેટ્સમેનોએ ટીમને ઘણી નિરાશ કરી હતી. ભારતીય બેટિંગમાં અનુભવનો ઘણો અભાવ હતો. શુબમન ગીલથી લઈને યશસ્વી જયસ્વાલ સુધી વિદેશની ભૂમિ પર ટેસ્ટ ક્રિકેટનો ખાસ અનુભવ નથી. જે તેની બેટિંગ દરમિયાન પણ જોવા મળી હતી.
આયોજનમાં નિષ્ફળ રહી ટીમ ઇન્ડિયા
ક્રિકેટ નિષ્ણાતોના મતે પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમના આયોજનનો અભાવ જોવા મળ્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે, ટેસ્ટ મેચ અગાઉ ટીમે વધુને વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ અને જ્યાં મેચ યોજાવાની છે ત્યાં પ્રેક્ટિસ પણ કરવી જોઈએ.