ટીમ ઈન્ડિયા અમેરિકામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટી-20 મુકાબલા રમશે. એક ક્રિકેટ વેબસાઈટના અહેવાલ પ્રમાણે ટીમ ઈન્ડિયા જૂલાઈ-ઑગસ્ટમાં વિન્ડિઝનો પ્રવાસ કરશે. આ દરમિયાન વિન્ડિઝમાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 રમાશે. આ પછી અમેરિકાના ફ્લોરિડા શહેરમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જ બે ટી-20 મેચ રમાશે. પાછલા વર્ષે મતલબ કે 2022માં ભારતે અમેરિકાના ફ્લોરિડામાં જ વિન્ડિઝ વિરુદ્ધ બે ટી-20 મેચ રમ્યા હતા.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના એક અધિકારીએ જણાવ્યું કે બે ટી-20 અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. આ મેચનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ જ કરશે. આ શ્રેણી સાથે યુએસએ ક્રિકેટને કોઈ લેવા-દેવા નથી. આયોજન કરવાનું મુખ્ય કારણ 2024માં ટી-20 વર્લ્ડકપની યજમાની છે જેને વિન્ડિઝ અને અમેરિકા મળીને નીભાવશે. આ પછી ટીમ ઈન્ડિયા અમેરિકાથી આયર્લેન્ડ સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવા માટે જશે.
- Advertisement -
ભારત અમેરિકામાં અત્યાર સુધી છ ટી-20 મેચ રમી ચૂક્યું છે. ચારેય મેચ તેણે વિન્ડિઝ સામે જ રમી છે. અત્યાર સુધી રમાયેલી મેચમાં ભારતને ચાર મેચમાં જીત તો એકમાં હાર મળી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે.
ભારત જૂનમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ રમશે. આ પછી જૂલાઈમાં વિન્ડિઝના પ્રવાસે જશે. અહેવાલો પ્રમાણે આ પહેલાં ભારતમાં એક નાની શ્રેણી રમાઈ શકે છે. જો કે આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.