ટીમની રોટેશન નીતિ અનુસાર કોહલી અને અન્ય સિનિયર ખેલાડીઓને થોડા સમયે આરામ આપવામાં આવે છે અને એમની જગ્યા પર યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવે છે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચ રમાશે અને આ સીરીઝની બીજી મેચ આજે એટલે કે 9 જુલાઈના બર્મીઘમમાં રમાવવા જઈ રહી છે. હાલ ટીમ ઇન્ડિયા સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત આજે અ મેચ જીતી લેશે તો તે ઇંગ્લેન્ડમાં એકધારી ચોથી ટી20 સીરીઝમાં જીત મેળવનાર ટીમ બની જશે. એ પહેલા વર્ષ 2021માં એમને 3-2, 2018માં 2-1 અને 2017 માં 2-1થી આ સીરીઝમાં જીત મેળવી હતી.
- Advertisement -
આ મેચ દ્વારા પાંચ મહિના પછી ટી20માં પરત ફરતા ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પર સારા રન બનાવવાનું અને ખુદને ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં રમતું રહેવા માટે ટકી રહેવાનો ઘણો દબાવ છે. કોહલી એ છેલ્લી ટી20 મેચ ફેબ્રુઆરી મહિનામાં રમી હતી. ઓકટોબર-નવેમ્બરમાં ટી-20 વિશ્વ કપમાં ખરાબ પ્રદશન પછી એમને ફક્ત બે ટી-20 મેચ રમી છે અને આઈપીએલમાં ટી-20 મેચ રમી છે, જો કે તેમ પણ કોહલી સારું પ્રદશન નહતા કરી શક્યા.
ટીમની રોટેશન નીતિ અનુસાર કોહલી અને અન્ય સિનિયર ખેલાડીઓને થોડા સમયે આરામ આપવામાં આવે છે અને એમની જગ્યા પર યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવે છે. આ વખતે દિપક હુડ્ડાને મોકો આપવામાં આવ્યો હતો અને એમને પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડ સામે 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. હાલ એને ટીમ ઈન્ડિયામાંથી ફરી બહાર નહીં કરવામાં આવે એવું લોકો વિચારી રહ્યા છે. જો એવું થશે તો ઈશાન કિશન આ મેચમાંથી બહાર થઈ શકે છે.
Thank you Leicester ✌️Birmingham awaits ⏳ pic.twitter.com/OC8u6xjECx
- Advertisement -
— Virat Kohli (@imVkohli) June 26, 2022
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને 50 રનથી કારમો પરાજય આપ્યો. આ ટીમ ઈન્ડિયાની ઈંગ્લેન્ડમાં રનના હિસાબે સૌથી મોટી જીત છે. આ અગાઉ ઈંગ્લેન્ડમાં રમાયેલા 2009ના વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને 25 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન હાર્દિક પંડયાએ કર્યા. તેને 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી. તો સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન કર્યા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ મોઈન અલી અને ક્રિસ જોર્ડેને લીધી. બંનેએ 2-2 વિકેટ લીધી. જ્યારે જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 19.3 ઓવરમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ભારતનો ભવ્ય વિજય થયો
બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારત– રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
ઈંગ્લેન્ડ– જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, હૈરી બ્રુક, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઈમલ મિલ્સ, મેથ્યૂ પાર્કિંસન, જેસન રોય, ડેવિડ વિલી.