સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગના દમપર ભારતે હોંગકોંગને હરાવીને એશિયા કપના સુપર-4માં જગ્યા બનાવી લીધી છે.
એશિયા કપ 2022ની ચોથા મુકાબલામાં આજે ભારતીય અને હોંગકોંગ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં ભારતે હોંગકોંગને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે હવે ભારતે 40 રનથી ભવ્ય જીત મેળવી છે. ભારતીય ટીમ આ જીત સાથે સુપર-ચારમાં પહોંચી ચૂકી છે. ભારત સુપર-4માં પહોંચનારી બીજી ટીમ બની છે. અફઘાનિસ્તાન પહેલા જ અહીં પહોંચી ગયું છે, તેવામાં હવે નક્કી છે કે ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં નંબર 1 પર રહેશે.
- Advertisement -
તો પાકિસ્તાન સાથે મુકાબલો નક્કી
હવે સૌકોઈની નજર પાકિસ્તાન-હોંગકોંગની મેચ પર રહેશે, કારણ કે પાકિસ્તાન જો ત્યાં જીતે છે તો તે પણ સુપર-4માં પહોંચી જશે. તેવામાં 4 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો નક્કી માનવામાં આવશે. શેડ્યૂઅલના અનુસાર, 4 સપ્ટેમ્બરે ગ્રુપ-એમાં પહેલા અને બીજા નંબર પર રહેનારી ટીમોની મેચ હશે.
ભારત- 192/2
હોંગકોંગ- 152/5
That's that from our second match at the #AsiaCup2022. #TeamIndia win by 40 runs.
- Advertisement -
Scorecard – https://t.co/k9H9a0e758 #INDvHK #AsiaCup2022 pic.twitter.com/fIPq7vPjdz
— BCCI (@BCCI) August 31, 2022
ભારતે હોંગકોંગને આપ્યો હતો 193 રનનો ટાર્ગેટ
ભારતે હોંગકોંગને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે 2 વિકેટ પર 192 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 64 રન બનાવ્યા જેમાં છ છગ્ગા અને એટલા જ ચોગ્ગા સામેલ હતા. ત્યારે, વિરાટ કોહલીએ 44 બોલ પર 59 રનની ઇનિંગ રમી. કોહલીની ઇનિંગમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો સામેલ હતો.
ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માએ કર્યો મોટો રેકોર્ડ
એશિયા કપમાં હોંગકોંગ સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ એક નવી સિદ્ધી મેળવી છે. જમણેરી બેટ્સમેન રોહિતે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3500 રન પૂરા કર્યાં છે. રોહિતે બુધવારે એશિયા કપ 2022ની ચોથી મેચમાં હોંગકોંગ સામેની મેચમાં 21 રન પૂરા કરતા જ તે ટી-20માં 3500 રન પૂરા કરનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો હતો. ભારતીય કેપ્ટને આ રન 32.11ની એવરેજથી બનાવ્યા છે. રોહિતે હોંગકોંગ સામે 21 રન ફટકાર્યા હતા. તેણે 13 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ભારતીય કેપ્ટનને આયુષ શુક્લાએ એજાઝ ખાનના હાથે કેચઆઉટ કરાવ્યો.
હોંગકોંગની પ્લેઈંગ-11
હોંગકોંગ (પ્લેઈંગ ઈલેવન): નિઝાકત ખાન (કેપ્ટન), યાસીમ મોર્તઝા, બાબર હયાત, કિંચિત શાહ, એજાઝ ખાન, સ્કોટ મેકકેની (ડબ્લ્યુકે), જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ગઝનફર
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.