ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
એશિયાકપ 2025ની શરૂઆત ગઈ કાલ એટલે કે 9 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગ સામે 94 રનથી જીતી મેળવી હતી. આજે(10 સપ્ટેમ્બર) ટીમ ઈન્ડિયા અને ઞઅઊ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે ઞઅઊને 9 વિકેટથી હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે એશિયા કપમાં ભારતની વિજયી શરૂઆત થઈ છે. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ઞઅઊની ટીમ પહેલા બેટિંગ કરતા 57ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવને 4 તો શિવમ દુબેને 3 સફળતા મળી. જેના જવાબમાં ઉતરેલી ભારતીય ટીમે આ ટોટલને 5મી ઓવરમાં જ ચેઝ કરી લીધો.
- Advertisement -
ભારતીય ટીમ: અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન),સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન(વિકેટકીપર), શિવમ દૂબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રતિ બુમરાહ અને વરુણ ચક્રવર્તી.
ઞઅઊની ટીમ: મોહમ્મદ વસિમ (કેપ્ટન), આલીશાન શરફૂ, મોહમ્મદ ઝોહેબ, રાહુલ ચોપરા (ૂ), આસિફ ખાન, હર્ષિત કૌશિક, હૈદર અલી, ધ્રુવ પરાશર,
મોહમ્મદ રોહીદ ખાન, જુનેદ સિદ્દીક, સિમરનજીત સિંહ.
ભારત અને ઞઅઊ વચ્ચે અત્યાર સુધી ઝ20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં માત્ર એક મેચ રમાઈ છે. જેમાં ઞઅઊ ટીમને વર્ષ 2016 માં ટીમ ઈન્ડિયા સામે નવ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી આજે ઞઅઊની ટીમ બીજીવાર ભારત સામે મેચ ટકરાઈ. અત્યાર સુધીમાં દુબઈના મેદાનમાં 110 ઝ20 મેચ રમાઈ છે. જેમા બેટિંગ કરનારી ટીમ 51 વખત અને બીજી ઇનિંગમાં બેટિંગ પર ઉતરેલી ટીમ 58 વખત જીતી છે. પહેલી ઇનિંગમાં સરેરાશ સ્કોર 139 અને બીજી ઇનિંગમાં 123 રહ્યો છે. દુબઈના મેદાનમાં સૌથી વધુ સ્કોર 212 રન અને સૌથી ઓછો 98 રનનો રહ્યો છે.
રાષ્ટ્રની ગરિમા મનોરંજન કરતાં વધુ મહત્ત્વપૂર્ણ: ભારત-પાક. મેચ રદ કરાવવા સુપ્રીમમાં અરજી
- Advertisement -
એશિયા કપ 2025 (PIL) દાખલ કરવામાં આવી છે. ઉર્વશી જૈનના નેતૃત્વમાં કાયદાના ચાર વિદ્યાર્થીઓ દ્વારા આ અરજી દાખલ કરાઈ છે. અરજદારોનું કહેવું છે કે પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનું આયોજન રાષ્ટ્રીય ગૌરવ અને જાહેર લાગણીઓની વિરુદ્ધ મેસેજ આપશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, ક્રિકેટને રાષ્ટ્રીય હિતો, નાગરિકોના જીવન કે સશસ્ત્ર દળોના બલિદાનથી ઉપર રાખી શકાય નહીં. આ મેચ સૈનિકો અને શહીદોના પરિવારોની ભાવનાઓનું અપમાન કરશે.
આ ઉપરાંત અરજીમાં એવી પણ માગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ, 2025 તાત્કાલિક લાગુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. ભારત અને પાકિસ્તાન 14મી સપ્ટેમ્બરે 2025ના એશિયા કપ માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને થશે. આ અરજી એડવોકેટ્સ સ્નેહા રાની, અભિષેક વર્મા અને મોહમ્મદ અનસ ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ’દેશો વચ્ચે ક્રિકેટનો હેતુ સંવાદિતા અને મિત્રતા દર્શાવવાનો છે. પરંતુ પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, જ્યારે આપણા લોકો માર્યા ગયા અને આપણા સૈનિકોએ બધું દાવ પર લગાવી દીધું, ત્યારે પાકિસ્તાન સાથે રમવાથી વિપરીત સંદેશ જશે કે જ્યારે આપણા સૈનિકો પોતાના જીવનું બલિદાન આપી રહ્યાં છે, ત્યારે આપણે તે જ દેશ સાથે રમતની ઉજવણી કરી રહ્યા છીએ જે આતંકીઓને આશ્રય આપી રહ્યો છે.’