ભારતે ઑસ્ટ્રેલિયાને સીરીઝનાં ત્રીજાં હોકીનાં મેચમાં 4-3થી માત આપી છે. ટીમ ઇન્ડિયાની આ જીતની સાથે જ સીરીઝમાં શાનદાર વાપસી થઇ છે.
ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે પાંચ હોકી ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે. સીરીઝનાં ત્રીજા મેચમાં ભારતીય હોકી ટીમે ઑસ્ટ્રેલિયાને ધમાકેદાર માત આપી છે. મેચમાં ભારતે 4-3થી જીત મેળવી છે. આ પહેલા ભારતને લગાતાર 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીતની સાથે જ ટીમ ઇન્ડિયાએ સીરીઝ જીતવાની આશાને જીવંત રાખી છે. ભારત માટે મનપ્રીત સિંહ, અભિષેક, આકાશદીપ સિંહ ઇને શમશેર સિંહે એક-એક ગોલ કર્યાં હતાં. જ્યારે ઑસ્ટ્રેલિયા માટે વેલ્ચ જેક, જલવેસ્કી એરન અને નાથને એક-એક ગોલ કર્યાં હતાં.
- Advertisement -
Harmanpreet comes in with a fierce Drag flick! 🔥
AUS 2:2 IND #HockeyIndia #IndiaKaGame @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI
— Hockey India (@TheHockeyIndia) November 30, 2022
- Advertisement -
શરૂઆતમાં જ રમી અટેકિંગ ગેમ
ઑસ્ટ્રેલિયાની સામે ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ શરૂઆતથી જ અટેકિંગ ગેમ રમી હતી. ભારતે 12મી મિનીટમાં જ પહેલો ગોલ કર્યો હતો. ટીમ ઇન્ડિયા મનપ્રિત સિંહે પેનલ્ટી કોર્નર થકી ગોલ કર્યો હતો. આ બાદ ઑસ્ટ્રેલિયાએ મેચમાં વાપસી કરવાનાં પ્રયત્નો કર્યાં અને 25મી મિનીટે આ ટીમનાં વેલ્ચ જેકે એક ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ 32મી મિનીટમાં ફરી એક ગોલ મારી ઑસ્ટ્રેલિયા 2-1થી આગળ વધી ગઇ. ભારત માટે આ સમયે સમસ્યાઓ વધતી નજર આવી હતી. છેલ્લે 47મી મિનીટે અભિષેકે ભારત માટે ગોલ ફટકારતાં સ્કોર થયો 2-2.
ટીમ ઇન્ડિયા માટે બંને હાફ સારાં
ટીમ ઇન્ડિયા માટે બંને હાફ સારાં અને સફળ રહ્યાં હતાં. ભારત માટે શમશેરે 57મી મિનીટે પેનાલ્ટી કોર્નર થકી ગોલ કરી 3-2 થી સ્કોર વધાર્યો. ઑસ્ટ્રેલિયાએ આ બાદ ગેમમાં વાપસી કરતાં વધુ એક ગોલ નાથને ફટકાર્યો. જેથી બંને ટીમનાં સ્કોર સમાન થયાં. આ ગોલ બાદ ફીટ એક મિનીટ પછી ટીમ ઇન્ડિયાનાં આકાશદીપ સિંહએ ગોલ ફટકાર્યો અને અંત સુધી 4-3નો સ્કોર જાળવી રાખ્યો હતો. આ રીતે 4-3થી ભારતનો વિજય થયો.
News Flash:
Hockey: India BEAT World No. 1 Australia 4-3 with Akashdeep Singh scoring the winning goal in final minute.
➡️ Its 1st win for India over Australia in their last 13 matches!
➡️ India now trail 1-2 in 5 match Test series. pic.twitter.com/vnFHwbZ2eM
— India_AllSports (@India_AllSports) November 30, 2022
ભારતની શરૂઆતની 2 મેચોમાં હાર
ભારતને શરૂઆતનાં 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમે ઑસ્ટ્રેલિયાને ધમાકેદાર ટક્કર આપી હતી. ઑસ્ટ્રેલિયાએ સીરીઝની પહેલી મેચમાં 5-4થી જીત મેળવી હતી. ત્યારબાદ તેણે બીજી મેચમાં 7-4થી જીત મેળવી હતી અને હવે ભારતે ત્રીજી મેચમાં વાપસી કરતાં 4-3થી ઑસ્ટ્રેલિયાને હરાવ્યું છે. હવે સીરીઝની ચોથી મેચ 3 ડિસેમ્બર અને પાંચમી મેચ 4 ડિસેમ્બરનાં યોજાશે.