ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમવાની છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો છે. જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને બહાર રાખવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પણ ટીમ ઈન્ડિયામાં સામેલ નથી. યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને તક મળી છે.
- Advertisement -
An action-packed Test series coming 🆙
Check out #TeamIndia's squad for the first two Tests against England 👌👌#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vaP4JmVsGP
— BCCI (@BCCI) January 12, 2024
- Advertisement -
25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. ભારતે પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. અનુભવી ઝડપી બોલર શમી ટીમનો ભાગ નથી. શમીએ વર્લ્ડ કપ 2023 દરમિયાન ઘાતક બોલિંગ કરી હતી. તેમને તાજેતરમાં અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જો કે તે હજુ ટીમની બહાર છે.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન , રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), અવેશ ખાન.