કહેવાય છે કે, શિક્ષક ક્યારેય સાધારણ હોતા નથી. આવી જ કોઇ ઉક્તિને સાર્થક કરતા શિક્ષક દિવસના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યા હતા. જેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી 46 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમની પસંદગી ઓનલાઇન પ્રોસેસ દ્વારા કરવામાં આવી હતી. આ અવસર પર એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના મંત્રી ધર્મન્દ્ર પ્રધાન હાજર રહ્યા હતા. આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે વાત કરશે.
શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વિજ્ઞાન ભવનમાં 46 શિક્ષકોને 2022ના રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ શિક્ષકોને સંબોધિત કરતા કહ્યું કે, શિક્ષક દિવસના અવસર પર હું દેશના બધા શિક્ષકોને હાર્દિક શુભકામના આપું છું.
- Advertisement -
આ પ્રસંગે તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણનનું ઉદાહરણ આપતા કહ્યું કે, આ દિવસ મહાન શિક્ષક- દાર્શનિક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એસ.રાધાકૃષ્ણનની જયંતિનું પ્રતિક છે. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવું છું. તેઓ બધા શિક્ષકો માટે પ્રેરણારૂપ હતા, તેઓએ વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે માનવીય મૂલ્યોને સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
LIVE: President Droupadi Murmu’s address at the presentation of National Awards to teachers on the occasion of Teachers’ Day in New Delhi https://t.co/sea7ZEk5Fj
— President of India (@rashtrapatibhvn) September 5, 2022
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે, શિક્ષક દિવસના અવસર પર હું એવા તમામ શિક્ષકોને યાદ કરૂ છું, જમણે મને ફક્ત ભણાવ્યા નથી, પંરતુ પ્રેમ આપ્યો અને સંઘર્ષ કરવાની પ્રેરણા પુરૂ પાડી. મારા પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના કારણે હું કોલેજ જનારી મારા ગામની પહેલી દિકરી હતી. આપણી સંસ્કૃતિમાં શિક્ષકને પૂજનીય માનવામાં આવે છે. હું એવું પણ માનું છું કે, એક નિષ્ઠાવાન શિક્ષકને પોતાના જીવનમાં જે રીતની સાર્થકતાનો અનુભવ થાય છે, તેમની તુલના કોઇ કરી શકે નહીં. હું પોતાના જીવનમાં એ સમયને વધુ મહત્વ આપું છું, જે શિક્ષણ સાથે જોડાયેલો છે. હું એવું માનું છું કે, જો સ્કૂલના સ્ટેજનું શિક્ષણ મજબૂત ના હોય, તો ઉચ્ચ-શિક્ષાનું સ્તર સારૂ રહેતું નથી. હું માનુ છું કે, વિજ્ઞાન, સાહિત્ય, અથવા સામાજિક શાસ્ત્રોમાં મૌલિક પ્રતિભાનો વિકાસ માતૃભાષા દ્વારા વધુ પ્રભાવ પાડી શકે છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય એ એક શિક્ષકની જવાબદારી છે.
શિક્ષકોને પ્રમાણપત્ર, રોકડા નાણાં અને રજત પત્રક એનાયત કર્યા
શિક્ષક દિવસના અવસર પર શિક્ષા મંત્રાલયનો સ્કૂલ શિક્ષા અને સાક્ષરતા વિભાગ દ્વારા દર વર્ષ 5 સપ્ટેમ્બરના એક રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષ દેશના વિભિન્ન ભાગોથી 46 શિક્ષકોને પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. શિક્ષકોને આપવામાં આવતા દરેક પુરસ્કારમાં યોગ્યતા પ્રમાણપત્ર, 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર, અને 1 રજત પત્રક આપવામાં આવે છે.
#OurTeachersOurPride: Thanking our teachers for spreading the light of knowledge.
Today, the Hon’ble @rashtrapatibhvn Smt. Droupadi Murmu will honour the finest teachers from across the country with #NAT2022, from 11 AM onwards.
Watch live here: https://t.co/zSXwMcCNoI pic.twitter.com/enQqHVCupp
— Ministry of Education (@EduMinOfIndia) September 5, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજેતા શિક્ષકો સાથે કરશે વાત
ઉલ્લેખનીય છે કે, આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય અનુસાર, શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારનો ઉદેશ્ય દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અદ્રિતીય યોગદાનને સમ્માન કરવા અને તેને પુરસ્કૃત કરવાનો આવસર છે, જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને મહેનતના માધ્યમથી નહીં કેવળ સ્કૂલના શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો, પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમુદ્ધ બનાવે છે.