અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. અમરેલીના કુકાવાડા રોડ પર આવેલી શાળામાં શિક્ષકે બે વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા 8 દિવસથી આ હેવાઅન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે. ફરિયાદ નોંધાતા અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના કુકાવાડની ભારતનગર પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો લાગ્યા છે. આરોપી શિક્ષક વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચારતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં ધોરણ 4ની 2 વિદ્યાર્થીઓને સાથે ગંદી હરકતો કરતાં રંગેહાથ ઝડપાયો છે. આરોપી શિક્ષક વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ અમરેલી-સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારની એક ખાનગી શાળાના શિક્ષકે પણ શિક્ષણ જગતને શર્મશાર કરતી હરકત કરી હતી. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલા વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. વંડા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાની હોસ્ટેલમાં વિશાલ સાવલિયા નામનો શિક્ષક ગૃહપતિ તરીકે કામ કરતો હતો. આ શિક્ષક વિશાલ સાવલિયા રમત-ગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો.
વિશાલ સાવલિયા હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી કૃત્ય આચરતો હતો. આ ઘટના 5 તારીખ બની હતી ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો પણ થયો હતો. ત્યારબાદ પરિવાર નાસ્તો આપવા હોસ્ટેલ આવતા વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર ઘરે લઈ જઇ રહ્યા હતા, તે સમયે વિદ્યાર્થીએ પરિવારને વાત સમગ્ર ઘટના વિશે જાણ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ
થયો હતો.