શ્રી અવધુત ક્રેડિટ કો.ઓપ. સોસા. લી. દ્વારા બાકીદારો સામે સખ્ત કાર્યવાહી થતાં બાકીદારોમાં ફફડાટ
અવધુત મંડળીમાંથી ભરતસિંહ પરમારે લૉન લીધેલી: લોનની રકમની ઉઘરાણી થતા ભરતસિંહ પરમારે આપેલો ચેક રીટર્ન થતા કડક કાર્યવાહી
- Advertisement -
આર્થિક વ્યવહાર કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા માટે જીવનરેખા સમાન છે: એડવોકેટ સતિષ દેથલીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કોર્ટના મેજિસ્ટ્રેટ, રાજકોટ સમક્ષ શ્રી અવધુત ક્રેડીટ કો.ઓપ. સોસા. લી. રાજકોટના બાકીદાર ભરતસિંહ ભગવાનજીભાઈ પરમારએ લોન વસુલાત અન્વયે ચેક આપેલો જે ચેક રીટર્ન થતાં કાયદાકીય કાર્યવાહી કરીને નોટીસ આપવા છતાં ચેક મુજબની રકમ નહીં જમા કરાવતાં અવધુત ક્રેડીટ કો.ઓપ. સોસા. લી.એ ભરતસિંહ ભગવાનજીભાઈ પરમાર સામે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ ફોજદારી ફરિયાદ કરેલી અને તેમાં આરોપીને એક વર્ષની જેલની સજા તથા ચેકની રકમ ચૂકવવાનો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
આ કેસની હકીકત એવી છે કે શ્રી અવધુત ક્રેડીટ કો.ઓપ. સોસા. લી. રાજકોટ તેના સભાસદો પાસેથી થાપણ મેળવીને અને જરૂરિયાતવાળા સભાસદોને ધિરાણ કરે છે, અવધુત મંડળીમાંથી ભરતસિંહ પરમારે લોન લીધેલી અને તે લોન નહીં ભરતા શ્રી અવધુત મંડળી દ્વારા તે લોનની ઉઘરાણી કરતાં લોનની બાકી રકમ ચૂકવવા માટે આરોપી ભરતસિંહ પરમાર દ્વારા ચેક આપવામાં આવેલો, જે ચેક રીટર્ન થતાં તે અંગેની નોટીસ આપવા છતાં ચેક મુજબની રકમ નહીં ભરતા શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ. સોસા.લી.એ તેના સી.ઈ.ઓ. અભિભાઈ નિમાવત અને મેનેજર જયભાઈ એમ. નિમાવત મારફત સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ દેથલીયાને રોકીને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને આરોપીને સખતમાં સખત સજા થાય અને ચેકની રકમ વળતરના રૂપમાં મળે તેવી દાદ માંગેલી હતી.
સહકારી ક્ષેત્રના એડવોકેટ સતિષ દેથલીયાએ કેસની હકીકતો અને વિગતો તપાસીને કાયદાકીય રજૂઆત કરી કે શ્રી અવધુત ક્રેડીટ કો.ઓપ.સોસા. લી. રાજકોટ મુખ્ય ઉદ્દેશ તેના સભાસદોમાં બચતની ભાવના ઉભી થાય અને જરૂરિયાતવાળા સભાસદને શરાફી વ્યાજના દરે ધિરાણ મળે તેવો છે અને તેમાં ચેક વ્યવહાર સભાસદો અને સંસ્થા વચ્ચેનો વિશ્ર્વાસનો કડી સમાન છે.
શ્રી અવધુત ક્રેડીટ કો.ઓપ. સોસા.લી. દ્વારા તેના બાકીદાર સભાસદ ભરતસિંહ પરમાર પાસે ઉઘરાણી કરતાં અને તે રકમની વસુલાત અન્વયે ચેક આપેલો અને તે ચેક રીટર્ન થતાં અને તે અંગેની જાણ તથા નોટીસ આપવા છતાં ચેક મુજબની રકમ જમા કરાવેલી નથી જેથી આરોપીએ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની જોગવાઈ હેઠળ ગુન્હો કરેલ હોય સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને ખાસમાં ખાસ વળતર મળવું જોઈએ તેમજ આરોપી પાસે કોઈ બચાવ નથી તેમ અનુમાન કરવાનું રહે અને તે ઉપરાંત નામ. કોર્ટ દ્વારા કાર્યવાહીની ગંભીરતા પણ લીધેલી નથી તેમજ આર્થિક વ્યવહાર તે કોઈપણ દેશની અર્થવ્યવસ્થા માટે જીવનરેખા સમાન છે તેવી કાયદાકીય તેમજ રેકર્ડ આધારિત રજૂઆતો કરેલ અને તે રજૂઆતોમાં તથ્યતા જણાતા જજ બી. કે. દસોંડીએ આરોપી સામેનો ગુનો સાબિત માનીને એક વર્ષની જેલની સજા અને ચેક મુજબની રકમ એક માસમાં ચૂકવવાનો આદેશ કરેલો છે તેમજ સજાના અમલીકરણ માટે પ્રોસેસ ફી ભર્યેથી આરોપી સામે સજા વોરંટ ઈસ્યુ કરવાનો પણ હુકમ કર્યો છે.