ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
કેન્દ્ર સરકારે સામાન્ય બજેટમાં ટીડીએસ જોગવાઈમાં મહત્વના ફેરફારો કર્યા છે તે પૈકી ભાડાની આવક મામલે હવે માસિક ગણતરી ફરજીયાત કરવામાં આવી છે. ભાડાની મિલ્કત મારફત થતી આવકની મર્યાદા રૂા.2.50 લાખથી વધારીને 6 લાખ કરી દેવામાં આવી હોવા છતાં તેની ગણતરી માસિક ધોરણે કરવાની થશે. અર્થાત માસિક રૂા.50000ની મર્યાદા રહેશે. બીજી તરફ વિમા એજન્ટો, શેરબજારના ઈન્વેસ્ટરો, બ્રોકરેજ ફર્મ તથા ટેકનીકલ સેવા પ્રદાન કરતી કંપનીઓને ફાયદો થાય તેમ છે. શેરબજારના ઈન્વેસ્ટરોની ડીવીડન્ડની 5000ની આવક પર ટીડીએસ કપાત થાય છે તે વધારીને 10000 કરવામાં આવી છે. વીમા એજન્ટોના કમીશન પર આ મર્યાદા 15000થી વધારીને 20000 કરવામાં આવી છે. ટેકનીકલ સેવા પર ટીડીએસ મર્યાદા 30000 થી વધારીને રૂા.50000 કરવામાં આવી છે.
ભાડાની આવક પર TDS કપાતની ગણતરી માસિક ધોરણે થશે
