અઢી વર્ષમાં પ્રથમ વખત વિપક્ષના પ્રશ્ર્નોને લઈને મનપામાં વિગતવાર ચર્ચા જોવા મળી
કુલ 12 દરખાસ્તો મંજૂર: યુનિવર્સિટી રોડ પર ફોરેન્સિક લેબ બાજુના રોડને ‘દ્વારીકાધીશ માર્ગ’ નામ અપાયું
વિપક્ષ પૂરતા અભ્યાસ વગર બોર્ડ મિટીંગમાં આ મુદ્દો લઈને આવ્યુ: શાસક પક્ષ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે યોજાયું હતું. દર વખતે શાસક પક્ષનો પ્રથમ પ્રશ્ર્ન હોય છે પરંતુ આ વખતે પ્રથમ વખત વિપક્ષનો પ્રશ્ર્ન હોવાથી કોઈ શોર બકોર વગર જ જનરલ બોર્ડ પૂર્ણ કરી દેવાયું હતું. કુલ 25 પ્રશ્નોમાં વિપક્ષના 8 પ્રશ્ર્નો બોર્ડમાં પૂછવામાં આવ્યા હતા જેના મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપ્યા હતા. અઢી વર્ષ બાદ પ્રથમ વખત વિપક્ષના પ્રશ્ર્નોને લઈને વિગતવાર ચર્ચા જોવા મળી હતી. ફ્લાવર બેડ સંબંધિત મુદ્દા પર વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા હતા, ખાસ કરીને અધિકારીઓને ભીડવાતા પ્રશ્નો અંગે ચર્ચા તીવ્ર બની હતી. વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું કે ફ્લાવર બેડ મામલે પ્રજાના માથા પર વધારાનો બોજો આવી શકે છે. તેમના જણાવ્યા મુજબ બિલ્ડરો આ મામલે છટકી જશે અને અંતે ટેક્સનો ભાર નાગરિકોને વહન કરવો પડશે. શાસક પક્ષનો આરોપ હતો કે વિપક્ષ પૂરતા અભ્યાસ વગર બોર્ડ મીટીંગમાં આ મુદ્દો લઈને આવ્યું હતું. આ મુદ્દે શાસક પક્ષ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. માત્ર બિલ્ડરો જ નહીં પરંતુ તમામ ફ્લેટ ધારકોને પણ આ સ્કીમનો લાભ પ્રાપ્ત થશે. સાથે જ શાસક પક્ષે આ પણ જણાવ્યું કે પ્રજા પર કોઈ વધારાનો બોજો નહીં આવે. ફ્લાવર બેડ સુવિધાથી પ્રજા પર વધારાનો બોજો આવશે
વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું કે, ફ્લાવર બેડ મામલે પ્રજાના માથા પર વધારાનો બોજો આવી શકે છે. તેમના જણાવ્યા મુજબ બિલ્ડરો આ મામલે છટકી જશે અને અંતે ટેક્સનો ભાર નાગરિકોને વહન કરવો પડશે. શાસક પક્ષનો આરોપ હતો કે વિપક્ષ પૂરતા અભ્યાસ વગર બોર્ડ મીટીંગમાં આ મુદ્દો લઈને આવ્યું હતું. આ મુદ્દે શાસક પક્ષ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. માત્ર બિલ્ડરો જ નહીં પરંતુ તમામ ફ્લેટ ધારકોને પણ આ સ્કીમનો લાભ પ્રાપ્ત થશે. સાથે જ શાસક પક્ષે આ પણ જણાવ્યું કે પ્રજા પર કોઈ વધારાનો બોજો નહીં આવે.
જેમાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ પહેલા ક્રમે જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે ફ્લાવર બેડવાળા બિલ્ડીંગ પ્રોજેક્ટને લઈને સવાલ ઉઠાવ્યો છે. તેમણે વિગતો માંગી છે કે, રાજકોટમાં આર્કિટેક્ચર પ્રોજેક્ટ (ફ્લાવર બેડ)ના કારણે કમ્પ્લીશન સર્ટિફિકેટ (ઈઈ) અટકાવાયા હોય તેવા બિલ્ડીંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા વોર્ડવાઇઝ કેટલી છે, તેમના નામ શું છે અને આવા બાંધકામને નિયમિત (છયલીહફશિુય) કરવાની કાર્યવાહી કરવાના સરકારના હુકમ છતાં તા. 11-11 સુધી શા માટે કામ શરૂ ન કરાયું? તેમજ ટાઉન પ્લાનિંગ (ઝઙ)માં શું વ્યવસ્થા છે તેની વિગતો માંગી હતી. તેના જવાબમાં મ્યુનિ. કમિશનરે જવાબ આપ્યો હતો કે, 49 બિલ્ડિંગોની તપાસ ચાલી રહી છે જેમાંથી 8 હાઈરાઈઝ બિલ્ડિંગને મંજૂરી આપી દેવામાં આવી છે. અન્ય દરખાસ્તોમાં શહેરમાં 1056 આવાસોના લાભાર્થી નક્કી કરવા, વોર્ડ નં. 9માં યુનિવર્સિટી રોડ પર ફોરેન્સિક લેબ બાજુના રોડને ’દ્વારીકાધીશ માર્ગ’ નામ આપવા, વોર્ડ નં. 3માં રેલનગરમાં સ્મશાન સામેના રોડ પર મુરલીધર સોસાયટી (સૂચિત) નજીક આવેલા ચોકને ‘મુરલીધર ચોક’ નામકરણ કરવાના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. તેમજ સ્પોર્ટ્સ સુવિધાના ભાડામાં સુધારા અને ગઇકાલે મંજૂર થયેલી દુકાનોની હરાજીના વેચાણ સહિતની દરખાસ્તો પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.
- Advertisement -
નાયબ મ્યુનિ.કમિશનર તરીકે હર્ષદ પટેલની નિયુક્તિ: જમીન કપાતની દરખાસ્ત મંજૂર
આ જનરલ બોર્ડમાં 12 દરખાસ્ત મુકવામાં આવી હતી જે તમામ મંજૂર કરાઈ છે. નાયબ મ્યુનિ. કમિશનર વર્ગ-1ની નિયુક્તિ અંગેની છે. મનપાના નાયબ મ્યુનિ. કમિશનરની ખાતાકીય ભરતીમાં ઓફિસર સિલેક્શન કમિટીએ તાજેતરમાં હર્ષદભાઇ પટેલની પસંદગી કરી છે, જેને જનરલ બોર્ડની બહાલી મળી હતી. આ ઉપરાંત, જમીન કપાત સંબંધિત એક મહત્વનો નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. શહેરના વોર્ડ નં. 2માં આવેલા કમલમ કાર્યાલય રોડ પર ભાજપના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના આસામીઓની જમીન ’લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ’ હેઠળ કપાત કરીને રસ્તાને 8 મીટરથી 12 મીટરનો કરવામાં આવ્યો છે. તેઓને બદલામાં જમીન, વળતર, કે ઋજઈંનો વિકલ્પ આપવાની દરખાસ્ત અગાઉ વિવાદો વચ્ચે ત્રણ વખત પેન્ડિંગ રહ્યા બાદ મંજૂર થઈ હતી, જેને હવે બોર્ડમાં બહાલી આપી દેવામાં આવી છે.



