દેશમાં 11 ઓગસ્ટ સુધીમાં ચોખ્ખી કર આવક 22.48 ટકા વધીને રૂ. 6.93 લાખ કરોડ થઇ છે. તેમા રૂ. 4.47 લાખ કરોડ વ્યક્તિગત કરઆવક અને 2.22 લાખ કરોડ રૂપિયાના સ્વરુપમાં કોર્પોરેટ કર આવકનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સિક્યોરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ પેટે રૂ. 21,599 કરોડ એકત્રિત થયા છે. જ્યારે અન્ય કરોમાંથી તેને રુ. 1,617ની કમાણી થઈ છે. પહેલી એપ્રિલથી 11 ઓગસ્ટની વચ્ચે 1.20 લાખ રૂપિયાનું રિફંડ જારી કરવામાં આવ્યું. આમ તેમા 33.49 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
- Advertisement -
કુલ આવકની રીતે જોઈએ તો પ્રત્યક્ષ કર આવક 24 ટકા વધીને રૂ. 8.13 લાખ કરોડ થઈ છે. તેમા 4.82 લાખ કરોડ રુપિયા વ્યક્તિગત કર આવક પેટે અને 3.08 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ કર આવક પેટે સામેલ છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 22.07 લાખ કરોડ રુપિયા એકત્રિત કરવાનું લક્ષ્યાંક મૂક્યું છે.