65 મિલ્કતોને ટાંચ-જપ્તી નોટિસ: રૂા. 29.78 લાખની વસૂલાત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા કડક હાથે ઝુંબેશ શરૂ કરીને સતત બાકી વેરાની વસૂલાત માટે આસામીઓ સામે મિલ્કત જપ્તી, સીલ સહિતના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે વેરા વસૂલાત શાખા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાંથી 14 મિલ્કતોને સીલ કરેલ તથા 65 મિલ્કતોને ટાંચ- જપ્તી નોટીસ આપતાં રૂા. 29.78 લાખની વસૂલાત કરવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 6 મિલ્કતોને સીલ મારેલ તથા 19 મિલ્કતોને ટાંચ-જપ્તીની નોટીસ આપેલ તથા રિકવરી રૂા. 9.24 લાખ કરવામાં આવેલ છે. વેસ્ટ ઝોનમાં 4 મિલ્કતોને સીલ મારેલ તથા 29 મિલ્કતોને ટાંચ-જપ્તી નોટીસ આપેલ તથા રિકવરી રૂા. 12.19 લાખ કરવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનમાં 4 મિલ્કતોને સીલ કરેલ તથા 17 મિલ્કતોને ટાંચ-જપ્તી નોટીસ તથા રિકવરી રૂા. 8.35 લાખની કરવામાં આવેલ છે. આ કામગીરી આસિ. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, મહેતા, વ્યાસ તથા તમામ વોર્ડ ઓફિસર, તમામ વોર્ડ ટેક્ષ ઈન્સ્પેકટર દ્વારા આસિ. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટમાં 14 મિલ્કતને સીલ કરતી વેરા વસૂલાત શાખા
