કાર દસ સેકન્ડમાં 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિ પકડે છે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં ઈલેકિટ્રક વાહનો ખરીદારોમાં દ્યણા લોકપ્રિય બની રહ્યાં છે. ઈલેકિટ્રક વાહનોના સેગ્મેન્ટમાં ઈલેકિટ્રક કાર બનાવનાર ટાટા મોટર્સ પણ એક અગ્રગણ્ય કંપની છે. સૌથી નાના કદની અને સસ્તી કિંમતવાળી કાર ભારતમાં લોન્ચ કરવાનું રતન ટાટાનું સપનું હતું. ટાટા મોટર્સે નેનો કાર બનાવીને તેમનું એ સપનું સાકાર કર્યું હતું. જોકે એ કારને ભારતનાં લોકોને ખાસ ગમી નહોતી. એનું વેચાણ ઘટી ગયું હતું. કેટલાક વર્ષોથી એનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. તે છતાં રતન ટાટા નિરાશ થયા નહીં અને નેનોની ઈલેકિટ્રક આવૃત્ત્મિ બનાવી છે. કંપનીએ ડ્રીમ કાર નેનોને હવે ઈલેકિટ્રક કલેવર આપ્યો છે.
ટાટાને એ કાર એટલી બધી ગમી ગઈ કે તેઓ એમાં બેસીને ફરવા નીકળી પડ્યા હતા. એમની સાથે એમનો 28 વર્ષીય યુવાન સહાયક શાંતનૂ નાયડુ પણ હતો. ઈલેકિટ્રક નેનોને પાવર પૂરો પાડનાર કંપનીએ લિન્કડ ઈન પર આ સમાચાર મૂકયા છે અને સાથે નવી કાર સાથે રતન ટાટાની તસવીર પણ શેર કરી છે. ઈલેકિટ્રક નેનો ચાર સીટવાળી છે. આ કાર દસ સેકંડમાં જ ઝીરોથી 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિ પકડે છે. આમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.