પશુ હરીફાઈ, રમત સ્પર્ધા, અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા મેળામાં લોકોનું ઘોડાપુર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
દેશ અને દુનિયામાં સુપ્રસિધ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે યોજાતા તરણેતર મેળાનું ગઈ કાલથી પ્રારંભ થયો છે તેવામાં સવારે રાજકીય આગેવાનો અને પ્રશાસનના ઉચ્ચઅધિકારીઓની હાજરીમાં લોકમેળાનો ખુલ્લો મુકાયો હતો. તરણેતર મેળો માત્ર લોકમેળો જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, રમત ગમત સ્પર્ધા અને અનેક પ્રકારની પૌરાણિક ગાથાઓ નિહાળવાનું સ્થળ છે. અહીં મેળાની મુલાકાતે આવતા પર્યટકો માટે લોકમેળો માણવા નહીં પરંતુ ગુજરાતની સંસ્કૃતિની પણ ઝાખી માટે હાજરી આપે છે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં યોજાતા મેળામાં પશુ હરીફાઈ પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રાજ્ય અને રાજ્ય બહારના પશુ પાલકોએ હરિફાઈમાં ભાગ લઈ પોતાના ઉચ્ચ નસલ પશુઓને પ્રદર્શિત કર્યા હતા. આ સાથે ગ્રામીણ ઓલમ્પિક સ્પર્ધામાં 200 મીટર દોડ, રસા ખેચ, ઊંચી કૂદ, ગોળા ફેંક, કબ્બડ્ડી સહિતની સ્પર્ધામાં અનેક યુવાઓ દ્વારા ભાગ લીધો હતો. જ્યારે તરણેતર લોકમેળામાં જુના વાજીન્દ્રો જેમ કે મોરલી, શંખ, રાવણ હથ્થા સાધનોથી સંગીતમય વાતાવરણ ઊભું કરાયું હતું. જેથી પ્રથમ દિવસે જ તરણેતર મેળો માત્ર લોકમેળો નહીં પરંતુ ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિની ઝાખી કરાવતા લોકમેળા તરીકે ઊભરાયો હતો.



