જમ્મૂ- કાશ્મીરમાં આતંકિઓએ ફરી એક વાર ટાર્ગટ કિલિંગની ઘટના સામે આવી છે. આ વખતે તેમણે પરપ્રાંતિય મજૂરની જગ્યાએ કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા છે. આતંકિઓએ કાશ્મીરના જોન કે શોપિયાં જિલ્લામાં એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને ઇજાગ્રસ્ત કર્યો હતો, બાદમાં સારવાર દરમ્યાન તેમની મોત થઇ ગઇ હતી.
જો કે અત્યાર સુધીમાં કોઇ પણ આતંકી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી. જેથી પોલીસ તપાસમાં લાગી ગઇ છે. જમ્મૂ- કાશ્મીર પોલીસએ જણાવ્યું કે, આતંકવીદીઓએ એક અલ્પસંખ્યક નાગરિક(કાશ્મીરી પંડિત) કૃષ્ણ ભટ્ટને ગોળી મારી દીધી.
- Advertisement -
J-K: Civilian shot dead by terrorists in Shopian
Read @ANI Story | https://t.co/KIJJEOPmil#JammuAndKashmir #terrorist #Shopian pic.twitter.com/Pi3VnelPQO
— ANI Digital (@ani_digital) October 15, 2022
- Advertisement -
આતંકીઓએ એ સમયે ઘટનાને પાર પાડી જ્યારે તેઓ શોપિયાના ચૌધરી ગુંડમાં બાગ લગાવવા જઇ રહ્યા હતા. ગોળી વાગતા તેમને તરત જ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમની મૃત્યુ થઇ ગઇ. પોલીસએ પૂરા વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ વર્ષ વધી ટાર્ગટ કિલિંગની ઘટના
જમ્મૂ-કાશ્મીરમાં ટાર્ગટ કિલિંગની ઘટનાના આ વર્ષ એપ્રિલ- મે મહિનામાં સૌથી વધુ બની છે. છેલ્લે 12 મેના બડગામ જિલ્લામાં આતંકિઓએ રાજસ્વ વિભાગના એક અધિકારીની ગોળી મારીને હત્યા કરી હતી. તહસીલ ઓફિસમાં ઘુસીને આતંકીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ નામના અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. જેમાં રાહુલની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થઇ ગઇ.