ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં તોડકાંડ મામલે માણાવદરના સસ્પેન્ડ સીપીઆઇ તરલ ભટ્ટની જામીન અરજીને જૂનાગઢ સેશન્સ કોર્ટે નામંજૂર કરવા હુકમ કર્યો હતો. સસ્પેન્ડ સીપીઆઇ સાહેદોને લાલચ તેમજ ધમકી આપી પુરાવા સાથે ચેડા કરે તેમ હોવાથી તપાસનીશ અધિકારીની રજુઆત ઘ્યાને લઇ કોર્ટને તરલ ભટ્ટને જામીન આપવા ઉચ્ચીત લાગ્યા ન હતા. ત્યારે તરલ ભટ્ટને હજુ જેલમાં જ રહેવુ પડશે.
બે દિવસ પહેલા એટીએસએ તરલ ભટ્ટના સાગરીત દિપ શાહની ધરપકડ કરી હતી. તેને જૂનાગઢ કોર્ટમાં રજુ કરી 10 દિવસના રિમાન્ડ માંગયા હતા. આ દિવસે તરલ ભટ્ટના વકીલે જામીન અરજી કરી હતી. તે દિવસે બંને પક્ષે દલીલો રજુ થઇ હતી જેને સાંભળી સેશન્સ અને સ્પેશ્યલ જજ એચ.એ.દવેએ 1 માર્ચના સુનાવણી મુકરર કરી હતી.
- Advertisement -
એટીએસના તપાસનીશ અધિકારીએ તરલ ભટ્ટને જામીન આપવામાં આવે તો સાહેદોને લાલચ તેમજ ધમકી આપી પુરાવાઓ સાથે ચેડા કરે એવી ભિતી સાથેની રજૂઆત કરી હતી.
આ બાબતોને ઘ્યાને લઇ સેશન્સ જજે તરલ ભટ્ટની જામીન અરજીના મંજૂર કરવા હુકમ કર્યો હતો. સસ્પેન્ડેડ સીપીઆઇ તરલ ભટ્ટની જામીન અરજી સેશન્સ કોર્ટે ના મંજૂર કરતા હજુ તેણે જૂનાગઢ જેલમાં રહેવુ ડશે.