આરોગ્ય વિભાગની સિદ્ધિમાં નવું છોગું ઉમેરાયું, વિવિધ સુવિધાઓનું મૂલ્યાંકન કરી ગચઅજ પ્રમાણપત્ર અપાયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીય કક્ષાનું ગચઅજ પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (ગચઅજ) ના ધારા ધોરણો અંતર્ગત 88.76 % સાથે રાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મેળવ્યુ છે.
- Advertisement -
આરોગ્ય સેવાને લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે વિવિધ માપદંડ 12 સર્વિસ પેકેજ જેમ કે સગર્ભાની સેવા, પ્રસુતિ બાદની સંભાળ, નાના બાળકોની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિન સંચારી રોગોનું વ્યવસ્થાપન, આંખ, કાન, નાક, ગળાના રોગોમાં સંભાળ, વૃદ્ધ દર્દીઓની સાર સંભાળ, ઈમરજન્સી સેવાઓ, માનસિક બિમારીવાળા દર્દીઓની સંભાળ જેવી સુવિધાઓનું મુલ્યાંકન રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ગચઅજ એટલે કે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ પ્રમાણપત્ર મળતા સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓમાં પણ ઉતરોત્તર વધારો થશે.