તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કોર્ટના આદેશ બાદ રકમ સુપ્રત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.29
ટંકારા ખાતે ખજુરા હોટલ પાસે થયેલ લુંટના કેસમાં ટંકારા પોલીસે સફળતા મેળવી છે. ગુનામાંથી રીકવર કરાયેલ કુલ રૂ.79 લાખ રોકડ રકમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીને પરત કરવામાં આવી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, તા.21 મેના રોજ ફરીયાદી નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી (રહે. રાજકોટ) પોતાની ટી. એન્ટરપ્રાઇઝ (ટિટેનિયમ) ફર્મના રોકડા રૂ.90 લાખ સાથે ડઞટ-300 ગાડીમાં મોરબી જતા હતા. તે દરમ્યાન આરોપીઓએ પીછો કરી ખજુરા રિસોર્ટ પાર્કિંગમાંથી રોકડ લૂંટી લઇ ભાગ્યા હતા. ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાવ્યો હતો.
પોલીસે તપાસમાં ટંકારાના, ભાવનગર તથા સુરત જિલ્લાના કુલ 9 આરોપીઓમાંથી 7ને ઝડપી પુરાવા એકત્રીત કર્યા હતા. જેમાંથી રૂ.72.50 લાખ પહેલેથી જ રીકવર કરી ફરીયાદીને સુપરત કરવામાં આવ્યા હતા. હવે બાકીની રકમ રૂ.6.50 લાખ પણ આરોપીઓ પાસેથી રીકવર કરી, કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરીને ફરીયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત આપવામાં આવી છે. આ રીતે કુલ રૂ.79 લાખ રોકડ મુદામાલ ફરીયાદીને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે પરત સોંપાઈ છે.