ખાસ-ખબર સંવાદદાતા
બાળકોને ટીવી તથા મોબાઇલમાં ન જોવાની અને ન શીખવાની બાબતોથી દુર રાખવા અને વિશેષ, ધાર્મીકતા અને યોગ દ્વારા જો બાળકોને તેમના વાલીઓ થોડો પણ નિયમીત સમય આપે તો દરેક બાળકમાં કોઇ પણ ઉંચાઇએ પહોંચવાની શક્યતાઓ નકારી શકાતી નથી ત્યારે મુળ ટંકારા તાલુકાના જબલપુર ગામના અને હાલ રાજકોટના રહેવાસી નિલેશભાઇ મગનભાઇ કામરીયાની 9 વર્ષીય દીકરી રિધમ સમગ્ર દેશમાં ખુબ ખ્યાતી મેળવેલ અને અમીતાભ બચ્ચન દ્વારા યજમાનીત કાર્યક્રમ કૌન બનેગા કરોડપતી-જુનીયર્સમાં આગામી સોમવારથી ગુરુવાર (તા. 1ર થી 15 ડિસેમ્બર-2022) દરમિયાન સોની ટીવી પર જોવા મળશે. રીધમ નાનપણથી જ વાંચવાની શોખીન છે. તેણીએ કોરોનાકાળમાં બસોથી પણ વધુ પુસ્તકો વાંચ્યા છે. હાલ પણ રીધમ માઇન્ડ ગેમ, ઇનોવેટીવ અને સાયન્ટીફીક-શો તથા વાંચનમાં વિશેષ રૂચી ધરાવે છે. કેબિસી શો દરમિયાન અમીતાભ બચ્ચનની હાજરીમાં રમત રમતા, મસ્તી કરતા અને ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટ દરમિયાન સોમવારથી ગુરુવાર સુધી રીધમની હાજરી જોવા મળશે. રીધમને આ ખ્યાતનામ કાર્યક્રમ સુધી પહોંચાડવામાં અને પોતાની બાળકીને પ્રોત્સાહીત કરવા જાત ઘસી તેની માતા અલ્પાબેન દ્વારા વિશેષ જહેમત ઉઠાવેલ છે.