ખાસ-ખબર ન્યૂઝ ટંકારા
ટંકારા શહેરની ખિજડીયા ચોકડીથી સ્મશાન સુધીનો માર્ગ લાંબા સમયથી તૂટી પડ્યો છે. મગરની પીઠ જેવા રસ્તા, ઠેર-ઠેર ભોરિંગ જેવા ખાડા અને વરસાદી પાણી ભરાતા કાદવ-કિચડથી લોકોનું જીવું દુષ્કર બન્યું છે.
- Advertisement -
આ પરિસ્થિતિથી શાળાએ જતા બાળકોને અકસ્માતનો ભય ઉભો થયો છે, સાથે જ માખી-મચ્છરના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત થઈ રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રમુખ નરોત્તમ ગોસરા, શહેર પ્રમુખ પ્રકાશ દુબરીયા, ધર્મેન્દ્ર કક્કડ, રાજુ રૈયાણી સહિત આગેવાનોએ પાલિકાને લેખિત રજુઆત કરી છે. આવેંદનપત્રમાં રસ્તાની તાત્કાલિક મરામત, કચરો ઉસેડવો અને દવા છંટકાવ કરવાની માંગણી સાથે પાલિકાને ચેતવણી આપવામાં આવી છે કે જો તાકીદે પગલાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.