ચાર દિવસથી સારવારમાં હતા: હૃદયરોગનાં હુમલાથી અવસાન પામ્યાનો રીપોર્ટ
તામીલનાડુમાં લોકસભાની ચૂંટણી ટીકીટ નહીં મળતા આપઘાતનો પ્રયાસ કરનારા એમડીએમકેનાં સાંસદ એ.ગણેશમૂર્તિનું આજે નિધન થયુ હતું જોકે હૃદયરોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનો રીપોર્ટ જાહેર થયો છે.
- Advertisement -
તામીલનાડૂનાં ઈરોડ સંસદીય મતક્ષેત્રમાંથી ચુંટાયેલા સંસદસભ્ય એ ગણેશ મુર્તિને આ વખતે એમડીએમકે પાર્ટી દ્વારા ટીકીટ આપવામાં આવી ન હતી તેનાં આઘાતમાં ગત 24 મીએ તેઓએ ઝેરી ટીકડા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
તેને પગલે તેઓને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલત નાજુક હોવાથી આઈસીયુમાં વેન્ટીલેટર પર રખાયા હતા. તબીયત નોર્મલ ન થતી હોવાથી ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયા હતા.ત્રણ વખત સાંસદ બનેલા ગણેશમુર્તિને આ વખતે પાર્ટીએ ટીકીટ આપી ન હતી. પરીણામે તેઓ ડીપ્રેશનમાં આવી ગયા હતા. આજે હોસ્પીટલમાં સારવાર દરમ્યાન હોસ્પીટલમાં દમ તોડી દીધો હતો.
જોકે તેઓનું મોત હૃદયરોગનાં હુમલાથી થયાનું જાહેર કરવામાં આવ્યું છે. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો.પાર્ટી નેતાગીરીએ કહ્યું કે ગણેશ મુર્તિને લોકસભાને બદલે વિધાનસભાની ચૂંટણી લડાવવાની યોજના હતી છતાં તેઓએ આત્મઘાતી પગલૂ ભર્યુ હતું.