ટ્રકમાંથી કેમિકલ ઉતારનાર મુખ્ય સૂત્રધાર રાજકીય નેતા પુત્ર હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા હાઇવે પર આવેલી કલ્પના ચોકડી નજીક અગાઉ ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો જે દરોડામાં ટ્રક માંથી કેમિકલ ઉતારવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું આ પ્રકરણમાં ધ્રાંગધ્રાના એક રાજકીય નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર હોવાનું પણ સામે આવ્યું હતું જોકે ગાંધીનગર એસ.એમ.સી દ્વારા ટ્રકમાંથી કેમિકલ ઉતારવાના પ્રકરણ પર દરોડો કર્યો ત્યારે આ રાજકીય નેતાનો પુત્ર નાશી ગયો હતો તે દિવસથી આજદિન સુધી હજુય પોલીસ ગિરફ્તથી દૂર છે પરંતુ આ આખાય પ્રકરણમાં તાલુકા પીઆઇને સસ્પેન્ડ કરતા ચકચાર મચી ગયો છે. જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા – માલવણ હાઇવે પર આવેલ કલ્પના ચોકડી નજીક કેટલાક ઈસમો ટ્રકમાંથી કેમિકલ ચોરી કરતા હોવાની બાતમીને આધારે ગાંધીનગર એસ.એમ.સી દ્વારા ગત 13 ફેબ્રુઆરીના રોજ દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન ચારેક જેટલા મજૂરો હાથ લાગ્યા હતા બાકીના આ કેમિકલ ચોરીના મુખ્ય સૂત્રધાર નાશી છૂટયા હતા. એસ.એમ.સી દ્વારા કરેલ આ દરોડામાં મોટા પ્રમાણમાં કુલ 83.89 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો પરંતુ અહીં શંકા એવી પણ ઉપજી હતી કે આટલું મોટું કેમિકલ ચોરીનું કાંડ ચાલતું હોય અને સ્થાનિક પોલીસને જાણ નહીં હોય ? ત્યારે અંતે આ આખાય મામલે તપાસ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી.ડી.ચાવડાને રાજકોટ રેન્જ પોલીસે સસ્પેન્ડ કર્યા હતા.