સુલ્લીવાન ઉપરાંત દોવલ ફ્રેન્ચ NSAને પણ મળ્યા
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન વિવાદમાંથી માર્ગ શોધવા માટે સઉદી અરબિસ્તાનના ક્રાઉન પ્રિન્સે અહીં 40 દેશોના અગ્રીમ નેતાઓની એક પરિષદ યોજી છે. તે દરમિયાન ભારતના પ્રતિનિધિ રાષ્ટ્રીય સલામતી સલાહકાર – અજિત દોવલે ગઈકાલે તે વિવાદ ઉકેલવા માટે મહત્વના સાત સૂચનો કર્યા હતા. જે અહીં આવેલા ચાલીશે ચાલીશ દેશોના પ્રતિનિધિઓને સ્વીકાર્ય લાગ્યા હતા. પરંતુ તેમાં સૌથી મોટો અવરોધ તે બની રહ્યો છે કે આ 17 મહિનાથી ચાલતાં આ યુદ્ધના સૂત્રધારો પૈકી એક પણ શું પુતિન કે શું ઝેલેન્સ્કી તે સૂચનોની સૌથી પહેલી શરત – શસ્ત્રવિરામ સ્વીકારવા તૈયાર નથી. તેવી પરિસ્થિતિમાં ભારતના પ્રતિનિધિ અજિત દોવલે અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલ્લીવાન સાથે મંત્રણા કરી હતી.
- Advertisement -
આ મંત્રણા દરમિયાન તા. 23 જૂને નરેન્દ્ર મોદી સાથે – તેઓની વોશિંગ્ટનની મુલાકાત વખતે થયેલા કરારોના અમલ વિષે પણ ચર્ચા થઈ હતી. તેમાં નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર વિષે પણ ચર્ચા થઈ હતી. આ મંત્રણા અંગે વોશિંગ્ટન કે દિલ્હી તરફથી કોઈ સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરાયા નથી. પરંતુ તેમ માનવામાં આવે છે કે, બંને દેશોની રાષ્ટ્રીય સલામતી અને સંરક્ષણ મુખ્ય મુદ્દો બની રહ્યો હશે તેમજ અંતે એ ઇન્ડો-પેસિફિક વિસ્તારની સલામતી અંગે પણ વિચાર વિમર્શ કર્યો જ હશે.