શાપરમાં બંગાળી કર્મચારીએ લગાવી ભીષણ આગ અંગે ફરિયાદ
કંપની સળગાવી રેલવે સ્ટેશને પહોંચેલા શખસને પકડી પોલીસને સોંપાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
શાપરમાં ઢોલરા રોડ પર મંગલ આર્યન કંપનીમાં આગ લાગવાની ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે જેમાં બંગાળી શ્રમિકે મુજે માતાજીને બોલા, આગ લગા દે કહેતાં માતાજીના હુકમથી આગ લગાડી દીધાનું પોલીસ સમક્ષ જણાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
રાજકોટમાં ધર્મજીવન મેઈન રોડ પર રહેતાં હાર્દીકભાઇ જેન્તીભાઈ હુમ્મર ઉ.32એ પ્રદીપ નાગેન્દ્ર પ્રધાન સામે શાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શાપર ઢોલરા રોડ પર મંગલ આર્યન પ્રા.લીમીટેડ નામની કંપની ધરાવે છે ગઈકાલે સવારના ભાગીદારને કંપનીના કારીગર આશીષભાઇએ ફોન કરી કંપનીમાં આગ લાગ્યાની જાણ કરી હતી જેથી બંને ભાગીદાર શાપર ફાયર બ્રીગેડને જાણ કરી કંપનીએ પહોંચ્યા હતા ફાયરબ્રીગેડ સ્ટાફે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી આગ કાબુમાં આવ્યાં બાદ સ્ટોરરૂમમાં જોયેલ તો વાયરના કેબલ, ઇન્ડસ્ટ્રીયલ એસી, એસીની ડકટીંગ તેમજ આજુબાજુના રૂમના કાચ તેમજ ઉપરના ભાગે ફીટ કરેલ પાંચ થી છ સોલાર પેનલ તેમજ પ્રોસેસ માટેનું રો-મટીરીયલ્સ, સળગી ગયેલ જેનાથી આશરે આઠથી દસ લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું કંપનીના માણસોને આગ લાગવા બાબતે પૂછપરછ કરતી સમયે પ્રદીપ જોવા મળેલ નહી જે બાદ કંપનીના પુછપરછ કરતા તે શખ્સ રાજકોટ રેલ્વે સ્ટેશન જશે તેમ જણાવ્યું હોય રાજકોટ રેલ્વે સ્ટેશને ગયેલ ત્યા રેલ્વે સ્ટેશન બહાર તે શખ્સ મળી આવતા કંપનીએ લાવેલા અને તેની હાજરીમાં કંપનીમાં કેમેરા જોયેલ તો માણસે સ્ટોર રૂમમાં દિવસળીથી પ્લાસ્ટીકની બોરીમાં આગ લગાવેલનું જોવામાં આવેલ હતું તેમજ પોતે માતાજીના કહેવાથી આગ લગાવી હોવાની કબૂલાત આપતા આરોપીને પોલીસ મથકે લઈ જઈ ફરીયાદ નોંધાવી હતી.