સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી સંભવિત આપાતકાલીન વિસ્તારોની વિગત મેળવી
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
- Advertisement -
ગીરના પાટનગર તાલાલા શહેરમાં એન.ડી.આર.એફ ની ટીમે નિરીક્ષણ કર્યું હતું.તાલાલા પંથકનું વહીવટી તંત્ર સંભવિત આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા ચોમાસા પહેલા ગોઠવેલ આગોતરા આયોજનમાં એન.ડી.આર.એફ ની ટીમે વધારો કર્યો છે.
તાલાલા શહેરમાં આવેલ હિરણ નદી સહિતના ચોમાસામાં પુર નાં પાણી ફરી વળતા હોય તેવા વિસ્તારો તથા નદી કાંઠા વિસ્તારોનું સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી વિગતો એકત્ર કરી એન.ડી.આર.એફ ની ટીમે આ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. અચાનક કોઈ આપાતકાલીન પરીસ્થીતી ઉભી થાય તો વહીવટી તંત્રને એન.ડી.આર.એફની ટીમ તાકિદે મદદરૂપ બનશે. એન.ડી.આર.એફની ટીમમાં કમાન્ડીંગ સહિત 30 જવાનો છે તેમજ ચાર બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિતની તાકિદની જરૂરીયાતમાં ઉપયોગી આવે તેવી અનેક વસ્તુઓ સામેલ છે. ગુજરાતમાં કુલ 8 ટીમો આવી છે જેમાંથી ગીર સોમનાથ જિલ્લામાં એક ટીમનું આગમન થયું છે.