તાલાલા તાલુકા પંચાયતમાં ઘણાં સમયથી ખાલી પડેલ તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ઉપર રીઝવાનભાઈ કોંઢીયા ની નિયુક્તિ થતાં તાલુકા પંચાયતના ટી.ડી.ઓ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.રીઝવાનભાઈ કોંઢીયા વાંકાનેર તાલુકા પંચાયતમાં સેવા આપતા હતા ત્યાંથી તાલાલા બદલી થઈ છે. તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળવા તાલાલા આવતા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા સ્ટાફ પરિવારે નવનિયુક્ત ટી.ડી.ઓ ને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.તાલુકા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તાલાલા વિસ્તારની વિગતો મેળવી તાલુકા પંચાયતની કામગીરીની સ્ટાફ સાથે પરામર્શ કરી કામગીરી શરૂ કરી છે.
તાલાલા TDOએ ચાર્જ સંભાળ્યો: તાલુકા પંચાયત પરિવારે સ્વાગત કર્યું

Follow US
Find US on Social Medias