38 ગામોમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની રૂ.1 કરોડ 55 લાખની ગ્રાન્ટમાંથી ચાલતા કામોની મુદતમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ અનિલાબેન બારડ તથા કારોબારી સમિતિની બેઠક સમિતિના ચેરમેન કિશનભાઇ પાનસુરીયા તથા સામાજિક ન્યાય સમિતિની બેઠક સમિતિના રયઝાનાબેન મોરીના અધ્યક્ષ સ્થાને અને તાલુકા વિકાસ અધિકારી રીઝવાનભાઈ કોંઢીયા ની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી. તાલાલા પંથકના 38 ગામોમાં સને.2023-24 તથા 2024-25 ની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની ગ્રાન્ટ માંથી રૂ.1 કરોડ 55 લાખના ખર્ચે 62 વિકાસના કામો થઈ રહ્યા છે.આ લોક ઉપયોગી વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ થયેલ નથી.તાલુકા પંચાયત કારોબારી સમિતિએ પ્રગતિ હેઠળ 38 ગામોમાં ચાલી રહેલ કામોની મુદત વધારાને બહાલી આપી હતી…તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વિકાસના કામો ગ્રામીણ પ્રજાની સુખાકારી માટે અતિ ઉપયોગી હોય વધારો કરેલ મુદતમાં તમાંમ કામો પૂર્ણ કરવા તાકીદ કરી હતી.,
- Advertisement -
આ ઉપરાંત તાલાલા પંથકના વિવિધ ગામોના આઠ ખેડૂતોએ સિંચાઈ માટે ખેતરમાં પાણી લઈ જવા પાઇપલાઇનની મંજૂરી માંગેલ તે તમામ અરજીઓને મંજૂરી આપવામાં આવેલ.આ ઉપરાંત ત્રણ ખેડૂતોની પાણીની પાઇપલાઇનની મુદત પૂર્ણ થયેલ હોય તે પણ કારોબારી સમિતિએ રીન્યુ કરી આપવામાં આવી હતી..આંકોલવાડી ગીર અને બામણાસા ગીર ગ્રામ પંચાયતે ગામમાં વિકાસ કામગીરી માટે સ્વભંડોળમાંથી ખર્ચ કરવા મંજૂરી માંગેલ તેને કારોબારી સમિતિએ મંજૂરી આપી હતી.તાલુકા પંચાયતની ત્રણેય બેઠકનું સંચાલન વિસ્તરણ અધિકારી(પંચાયત)ચિરાગભાઈ પુરોહિતે કર્યું હતું.સામાન્ય સભામાં તાલુકા પંચાયતના 18 માંથી 16 સભ્યોએભાગલીધોહતો.