ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.17
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, વેરાવળ વિભાગ-વેરાવળ નાઓ દ્વારા ગેર-કાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે પગલા લેવા બાબતે અસરકારક કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય, જે અનુસંધાને તાલાલા પો.સ્ટે. માં બીએનએસ કલમ-308(2), 351(3) ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ કલમ-40,42 મુજબના ગુન્હામાં ઇશ્ર્વરભાઇ જેરામભાઇ કવા, જાતે.લુહાર, ઉ.વ.44, ધંધો.ફેબ્રીકેશન, રહે.હાલ-હીરોના શો-રૂમની બાજુમાં, તાલાલા મુળ વતન-અનુ.જાતી સમાજની બાજુમાં, બોરવાવ, તા.તાલાલા મો.નં.91575 57036 નાએ આરોપી-રાણાભાઇ હમીરભાઇ કોડીયાતર, રહે.બોરવાવ, તા.તાલાલા પાસેથી સને-2018 થી સને-2025 સુધી અલગ-અલગ સમયે કુલ રૂ.30,23,000 રોકડા વ્યાજે લીધેલ જે મુદલ રકમ વ્યાજ સહીત કુલ રૂ.69,46,400 રોકડા તથા ગુગલ-પે મારફતે ઓનલાઇન આરોપીને ચુકવી આપેલ તેમ છતા આરોપી ફરીયાદી પાસે વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી તેમજ ફરીના નામે કીયા સેલ્ટોસ ફોરવ્હીલ કાર લઇ જેના હપ્તાની રકમ રૂ.10,88,000 ફરી.ના HDFC બેન્ક એકાઉન્ટમાંથી ઓનલાઇન પેમેન્ટ કરાવી તેમ છતા આ કામના આરોપી હજુ રૂ.11,50,000 વધુ વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી દબાણ કરતા ફરી.એ આ રકમ ત્રણ માસમા પરત કરી આપવાનુ લખાણ કરી આપી તેમજ આરોપીએ ફરી.નો તાલાલા એસબીઆઇ બેન્ક એકાઉન્ટના ચેક નં.671299 રૂ.11,50,000 ની રકમનો બળજરીથી કઢાવી વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલાની વિગતેની ફરીયાદ તાલાળા પો.સ્ટે. ખાતે જાહેર કરતા ગુન્હો રજી. થયેલ.
- Advertisement -
જે અન્વયે તાલાલા પો.સ્ટે.ના પો.ઇન્સ. જે.એન.ગઢવીની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ. પી.જી.વાળા તથા પો.કોન્સ. મયુરભાઇ દેવશીભાઇ પંપાણીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ટેક્નિકલ સોર્સ તથા હ્યુમન રીસોર્સીસના આધારે આરોપી રાણાભાઇ હમીરભાઇ કોડીયાતર, રહે.ઉપરકોટ વિસ્તાર, બોરવાવ, તા.તાલાળા વાળાને પકડી તેની પાસે થી ફરીયાદીના બેન્ક એકાઉન્ટના રૂા.11,50,000 નો ચેક રિકવર કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.