ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.13
તાલાલા પોલીસ સ્ટેશનમાં સુફીયાનભાઇ સુલેમાનભાઇ કન્નાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યા અનુસાર ગત તા.9 ના મોડી રાતથી તા.10ના વહેલી સવારના સમય દરમ્યાન અજાણ્યા ચોરએ ફોરવ્હીલ કારમા આવી તેમનીની લાકડાની કેબીનમાં રાખેલ દશ કિલોગ્રામ કેરી ભરેલ બોક્ષ નંગ 10 કિમંત રૂ.18 હજાર તથા રોકડ રૂ.10 હજારની મળી કુલ કિમંત રૂ.28 હજારની ચોરી કરેલ હતી.જેના પગલે તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન.ગઢવીએ સર્વેલન્સ સ્ટાફને સુચના કરેલ હોય જેથી અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચેક કરી મારૂતી સુઝુકી કંપની સ્વીફટ ફોરવ્હીલર જેના રજી નંબર જોતા ૠઉં-03-ઙઅ-1117 ની ઓળખ કરી આરોપીની શોધખોળ કરતા જેતપુરના દંપતી હોવાનું જણાઈ આવતા દિલીપભાઇ ભાણકુભાઇ શેખવા અને રેખાબેન ઉર્ફે ધપુબેન વાઓ દિલીપભાઇ ભાણકુભાઇ શેખવા રહે. બન્ને જેતપુરને રોકડ રકમ રૂ.28 હજાર અને ફોર વ્હીલ કાર રૂ.6 લાખ મળી કુલ રૂ.6.28 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.