મુશળધાર વરસાદથી પંથકની તમામ ગરબીઓ બંધ:ઠંડા પવનનાં સુસવાટાથી લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે સાંજે ભારે પવનના સુસવાટા સાથે શરૂ થયેલ મુશળધાર વરસાદ આજે સોમવારે ધીમીધારે વરસી રહ્યો છે.આ દરમ્યાન છ ઈંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે.તાલાલા પંથકમાં ભારે વરસાદથી તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં તમામ ગામોમાં માતાજીની ગરબી બંધ થઈ ગઈ છે.
- Advertisement -
તાલાલા પંથકની જીવાદોરી સમાન ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ ફરી ઓવરફલો થતા તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદી સહિત તાલુકામાં તમાંમ નાનાં મોટાં નદી-વોંકળા છલકાઈ ગયા છે.કાતિલ ભારે પવનના સુસવાટા સાથે છ ઈંચ વરસાદ ખાબકતાં આખો પંથક પાણીથી તરબોળ થઈ ગયો છે.તાલાલા તાલુકામાં ઠંડા પવન સાથે બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોય આખા પંથકમાં કાતિલ ઠંડી નું મોજું ફરી વળ્યુ છે.ઠંડા પવનના ભારે સુસવાટા થી લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોય જનજીવન ઠપ્પ થઈ ગયું છે.