ખાસ-ખબર સંવાદદાતા
તાલાલાના વિધાનસભાની ભાજપની સીટના ઉમેદવાર ભગવાનભાઇ બારડ તેમજ હિરેનભાઇ બારડ જંગી બહુમતીથી ચુંટાતા સીધા જ ભાલકાતીર્થ ખાતે ભાલકેશ્ર્વર દાદાને શીશ જુકાવી દર્શન કરવા પધારેલ. ઉલ્લેખનીય છે ભગવાનભાઇ બારડ ભાલકેશ્ર્વર દાદા પ્રત્યે અતુટ શ્રઘ્ધા ધરાવે છે. પુનમ હોય તેથી આહીર સમાજ પૂર્ણિમા સમિતિના સભ્યો વેજાણંદભાઇ વાળા, મેણસીભાઇ સોલંકી, લાલજીભાઇ વાળા, વીરાભાઇ કામળીયા, સંજય વાળા,પરબત પંપાણીયા, પ્રવીણ રામ સહીતના સર્વે આહીર સમાજના યુવાનો વડીલોએ ભગવાનભાઇને ફુલહાર કરી ભાલકેશ્ર્વર દાદાની પૂજા કરાવી પોતાની ભવ્ય જીતની ઉજવણી કરી હતી.