રાજકોટમાં વિદ્યાર્થીઓના દૂષ્ણખોરો મામલે જીજ્ઞેશ મેવાણીએ ઝંપલાવ્યુ
રાજ્યના પોલીસવડાને પત્ર લખી સામાજિક દૂષણોથી રાજકોટને બચાવવા કડક કાર્યવાહીની માગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરની જાણીતી ખાનગી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને મારવાડી યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. હાલના સમયમાં સ્થાનિક રહીશોમાંથી મળતી ચોક્કસ ફરિયાદો અનુસાર આવા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં કરતાં સામાજિક રીતે અસ્વીકાર્ય, અનૈતિક અને ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યુ છે. આ પ્રવૃત્તિઓને કારણે શૈક્ષિણિક સંસ્થાઓના કેમ્પસમા, શહેર તથા આસપાસના ગામડાઓમાં ગંભીર દૂષણ ફેલાઈ રહ્યું છે. વિદેશી વિદ્યાર્થિનીઓ કોલેજમાં અભ્યાસ કરતાં હોવા છતાં, ખાનગી ફ્લેટો, હોટલો અને રેસ્ટોરન્ટમાં દેહવ્યાપાર કરતા હોવાનું સ્પષ્ટ જાણવા મળ્યુ છે. આ પ્રવૃત્તિઓ મુખ્યત્વે વ્હોટ્સએપ ગ્રુપ, પ્રોસ્ટિટ્યુશન વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનો મારફતે જાહેર રીતે ચલાવવામાં આવે છે. આ એપ્સમાં કોલગર્લ તરીકે ફોટા મુકવામાં આવે છે, ભાવતાલ થાય છે અને ગ્રાહકોને પિકઅપ અને ડ્રોપ અંગે ખુલ્લા મેસેજ મોકલવામાં આવે છે. આવા અનૈતિક વ્યવહારથી કોલેજમાં સાથે અભ્યાસ કરતા આપણા દેશની દીકરીઓના માનસિક વિકાસ, શિક્ષણ પર ગંભીર અને ખોટી અસર થતી હોય તે ખૂબ ગંભીર બાબત અને ચિંતાનો વિષય છે. તેમજ દેહવ્યાપારથી એઇડ્સ સહિતના લૈંગિક સંબંધિત ગંભીર રોગો ફેલાવાનો ગંભીર ભય છે. પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત તપાસ શરૂ કરવી જરૂરી છે, તેમજ સ્થાનિક સમાજને પણ એલર્ટ રાખવો જરૂરી છે.
યુનિવર્સિટીઓએ ફરજિયાત કેમ્પસ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ
કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ માત્ર પોતાનો નેક ગ્રેડ, ગઈંછઋ રેન્ક અને આંતરરાષ્ટ્રીય ઇમેજ માટે વિદેશી વિદ્યાર્થીઓને લાવે છે પણ તેમના કૌભાંડમાંથી ઉત્તરદાયિત્વથી દૂર રહે છે. આવા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓએ ફરજિયાત કેમ્પસ હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ અને બહાર રહેવા પર નિયંત્રણ મૂકવો જોઈએ. યુનિવર્સિટીઓને ફરજ પાડવી જોઈએ કે તેઓ આવા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખે, તેમની ક્રિયાઓની દેખરેખ રાખે અને તેમને કોઈ અનૈતિક પ્રવૃત્તિમાં જોડાતા અટકાવે. આવી વિદ્યાર્થીનીઓ મોટા ભાગે ગૌરીદળ, રતનપર, બેડી, માધાપર ચોકડી, અટલ સરોવર વિસ્તારમાં ભાડે રહે છે. તેઓના રહેઠાણ પર વારંવાર અજાણ્યા, શંકાસ્પદ લોકોના આગમનના કારણે પડોશી મહિલા અને પરિવારજનો માટે અસ્વસ્થતા ઉભી થાય છે. પડોશીઓએ તેમના દ્વારા ઊંચા અવાજમાં પાર્ટીઓ, મદિરાપાન અને ગંદા વર્તન અંગે અનેકવાર ફરિયાદો પણ કરી છે. જ્યારે પણ વિદેશી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ નાગરિકો ફરિયાદ કે ઠપકો આપે છે ત્યારે તેઓ તાત્કાલિક વ્હોટ્સએપ/ટેલિગ્રામ ગ્રુપમાં સંદેશો મોકલીને ટોળામાં એકઠાં થાય છે અને સ્થાનિકોને ડરાવવા અથવા દાદાગીરીથી મારકૂટ ઉપર ઉતારી આવે છે. વિદેશી વિદ્યાર્થીઓની લુખ્ખી દાદાગીરી બાદ પોલીસ ફરિયાદ કરવા સ્થાનિકો જાય તો આ યુવતીઓ ખોટી ફરિયાદો ઊભી કરીને સામે વળતી ફરિયાદો કરવા ધમકાવે છે.
વિદેશી વિદ્યાર્થીઓને ભાડે મકાન આપનાર સામે તપાસ થવી જોઇએ
સ્થાનિક ગ્રામ પંચાયતો દ્વારા ઠરાવ કરાયાં હોવા છતાં, નફાની લાલચે કેટલીક મકાનમાલિકો વિદેશી વિદ્યાર્થીઓને ભાડે મકાન આપે છે. એ પ્રકારના ભાડા દૈનિક કે માસિક આધારે હોય છે પરંતુ રજિસ્ટર્ડ ભાડા કરાર કરવામાં આવતો નથી, ન તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવે છે. આવા ભાડુતોની તપાસ તથા રજિસ્ટ્રેશન વગરના રહેવા માટેનું ભાડે આપનાર મકાન માલિકો સામે ઇગજ તથા ફોરેન્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી થવી જોઈએ.
- Advertisement -
જો તપાસ થાય તો હોટલ, ટેક્સી અને એજન્ટનું નેટવર્કનો પદાર્ફાશ થઇ શકે
કેટલાક હોટલ સંચાલકો, ઓટો અને ટેક્સી ચાલકો તથા એજન્ટો સાથે મળીને આ ગોરખધંધાને લંબાવી રહ્યા છે. શહેરના બસ સ્ટેશન વિસ્તારની અને હાઈવે પરની ચોક્કસ હોટેલો અને ગેસ્ટહાઉસમાં આવા વિદેશી વિદ્યાર્થીઓને કાયમી સાચવવામા આવે છે અને ગ્રાહકોને ત્યાં લઈ બોલવામા આવે છે. પોલીસ દ્વારા આવા હોટલ માલિકો અને સંકળાયેલા તત્વોની છણાવટ કરીને કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસ વિભાગ અને હોટલ સંચાલકો વચ્ચે મિટિંગ યોજાવાની જરૂર છે. શહેરની તમામ નાના-મોટા હોટલ સંચાલકો સાથે પોલીસના દેહવ્યાપાર નિવારણ શાખા અને મહિલા સુરક્ષા વિભાગ દ્વારા બેઠક યોજી એવાં ઘટકો સામે જાગૃતતા અને કાનૂની પગલાં અંગે માર્ગદર્શન આપવું જરૂરી છે.
અમારી સ્પષ્ટ માંગ
તમામ શંકાસ્પદ ફ્લેટ, હોટલ અને મકાનો પર તાત્કાલિક તપાસ થાય.
વિદેશી વિદ્યાર્થીઓના રહેઠાણ ના સ્થળોની પોલીસ નોંધણી, ભાડા કરાર તેમજ પત્રો ચકાસી જરૂરી કાનૂની કાર્યવાહી થાય.
સોશિયલ મીડિયા અને એપ્લિકેશન માધ્યમથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સાયબર ક્રાઈમ શાખા કાર્યવાહી કરે.
ઘર ભાડે આપનાર મકાનમાલિકો વિરૂદ્ધ ગ્રામ પંચાયતના ઠરાવના ઉલ્લંઘન માટે પગલાં લેવાય.
શહેરની હોટલો અને વાહનચાલકો સામે કાર્યવાહીને વધુ અસરકારક બનાવવા સંબંધિત અધિકારીઓ સાથે નિયમિત મિટિંગો યોજી વ્યાપક કાર્યવાહીની યોજના અમલમાં મૂકવામાં આવે.
સોશિયલ મીડિયા ગ્રુપ અને મોબાઇલ એપ્લિકેશનો પરથી મળતી માહિતીના આધારે ઋઈંછ દાખલ કરવામાં આવે.
જે રહેઠાણોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યાં રેડ/તાલાશી કરીને પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમ તપાસ થાય.
કોલેજ અને યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવે કે વિદેશી વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ માટે રહેવાની સીમાઓ નક્કી કરે.