પુંછ હુમલામાં ‘મુજાહીદીન’નો હાથ હોવાની આશંકા વ્યક્ત
ખાસ-ખબર સંવાદદાતા
જમ્મુ-કાશ્મીરના પુંછમાં ત્રાસવાદી હુમલા અને પાંચ જવાનોની શહીદી બાદ હવે પાકિસ્તાનને ડર છે કે ભારત આ પ્રકારના હુમલા પાકિસ્તાન પ્રેરીત અને પાકમાંજ તાલીમબદ્ધ ત્રાસવાદી સંગઠન કરાયા છે તે બદલ પાકમાં ત્રાસવાદી અડ્ડાઓને ખત્મ કરવા વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક કરી પણ છે. ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા ટોચના ડિપ્લોમેટ અબ્દુલ બાસીતે તેમની યુ-ટયુબ ચેનલ મારફતના એક વિડીયોમાં આ આશંકા દર્શાવતા કહ્યું કે પાંચ જવાનોની શહીદીને ભારત ગંભીરતાથી લઈ રહ્યું છે અને તેથીજ ભારત તરફથી વળતો આકરો જવાબ મળી શકે છે. બાસીતે જણાવ્યું કે પાકિસ્તાનમાંજ આ ડર છે કે ભારત સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે અને તે એર સ્ટ્રાઈક એટલે કે હવાઈ હુમલો હશે. જો કે હાલમાંજ શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા પાકના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવી રહ્યા છે અને તે સમયે ભારતનું આ પગલુ બન્ને દેશો વચ્ચે તનાવ વધારી શકે છે. બાલીતે પુંછ હુમલા માટે મુજાહીદીનને જવાબદાર ગણાવી ઉમેર્યુ કે તેઓ પોતાના ‘હકક’ માટે લડી રહ્યા છે. તા.20 એપ્રિલે ભારતીય સેનાના એક વાહનને ત્રાસવાદીઓએ નિશાન બનાવી તેને હેન્ડગ્રેનેડથી ઉડાવી દીધું જેમાં પાંચ જવાનો માર્યા ગયા હતા. ભારતીય સેના હાલ પુંછ સહિતના ક્ષેત્રોમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું છે અને આ હુમલા માટે જવાબદાર 6-7 ત્રાસવાદીઓને શોધી રહ્યું છે જેમાં પરત પાકિસ્તાનમાં સરકી ગયા હોઈ શકે છે. ભારતે બાલાકોટ સહિતની બે સર્જીકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડાઓના ધ્વંશ કર્યા હતો.