જૂનાગઢમાં સ્વચ્છતા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં સ્વચ્છતા પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ જૂનાગઢમાં સફાઇને લઇ વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે. જૂનાગઢનાં માર્ગો પર ગંદકી જોવા મળે છે અને શહેરમાં સ્વચ્છતા પર સ્પર્ધા કરવામાં આવી રહી છે.
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2022માં સારો દેખવા કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ કોઇને કોઇ વિવાદમાં ફસાઇ જાય છે. તાજેતરમાં જ સ્વચ્છતનાં પ્રચાર પ્રસાર માટે એલઇડી સ્ક્રીન મુકવાનો દરખાસ્ત થઇ હતી. જેનો વિરોધ ઉઠતા દરખાસ્ત પડતી મુકવામાં આવી છે. હવે મનપા દ્વારા શહેરમાં સ્વચ્છતા પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં શાળા, કોલેજ, સંસ્થાઓ, સોસાયટીઓને જોડવામાં આવનાર છે અને વિજેતાને ઇનામ આપવામાં આવશે. બીજી તરફ જૂનાગઢમાં સફાઇને લઇ ફરિયાદો ઉઠતી રહે છે. યોગ્ય સફાઇ ન થતી હોવાની રાવ આવી રહી છે. સફાઇનાં વાહનની હાલત પણ નબળી હોવાનો મુદ્ો ઉઠયો છે. આ ઉપરાંત શહેરમાં માર્ગો પર ગંદકી જોવા મળી રહી છે. લોકોને જાગૃત કરવા અને સ્પર્ધા યોજવામાં વ્યસ્ત મનપા તંત્ર પણ યોગ્ય સફાઇ કરે તેવી માંગ ઉઠી છે.
- Advertisement -
કાગળ ઉપર જ સ્પર્ધા થાય છે
લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતાને લઇ કોઇ સ્પર્ધા થઇ નથી. માત્ર કાગળ ઉપર જ સ્પર્ધા થાય છે. એક પણ વોર્ડમાં આવી સ્પર્ધા થઇ નથી અને થઇ હોય તો તેના પુરાવા આપવા જોઇએ. કચરાની ગાડીઓ તૂટેલી છે અને સ્પર્ધાનાં નામે ખોટા તાયફા કરવામાં આવી રહ્યાં છે.