બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ બાદ હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની અભિનેત્રી તાપસી પન્નુ લગ્ન કરવા જઈ રહી છે.
અહેવાલો દાવો કરી રહ્યા છે કે તાપસી ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ અને બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કરશે. એવું કહેવામાંઆવી રહ્યું છે કે પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા, કેટરિના કૈફ અને કિયારા અડવાણીની જેમ જ તાપસી અને મથિયાસ પણ રાજસ્થાનમાં લગ્ન કરશે.
- Advertisement -
લગ્નમાં કોઈ સ્ટાર નહીં આવે
એક અહેવાલ મુજબ, તાપસી તેના લગ્નમાં બોલિવૂડના કોઈપણ અભિનેતા-અભિનેત્રીને આમંત્રણ નહીં આપે.પરિવાર અને મિત્રોની હાજરીમાં ઉદયપુરમાં મેથિયાસ સાથે લગ્ન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેના લગ્ન શીખ અનેખ્રિસ્તી ધર્મના રીતિ-રિવાજ મુજબ થશે.તમને જણાવી દઈએ કે, હજુ સુધી તાપસી તરફથી કે મથિયાસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
View this post on Instagram- Advertisement -
10 વર્ષથી કરે છે મેથિયાસને ડેટ
તાપસી અને મેથિયાસ છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જ્યાં તાપસીની ઉંમર 36 વર્ષ છે તો મેથિયાસની ઉંમર 43 વર્ષ છે. મેથિયાસ બોએ ડેનિશ બેડમિન્ટન ખેલાડી છે. તે બેવખત યુરોપિયન ચેમ્પિયન અનેઓલિમ્પિક મેડલિસ્ટ રહી ચૂક્યો છે. જોકે, મેથિયાસે ચાર વર્ષ પહેલા બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લીધી હતી.
તાપસી અને મેથિયાસ ક્યારે મળ્યા?
જાન્યુઆરી 2024 માં એક પોડકાસ્ટમાં, તાપસીએ કહ્યું હતું કે તે અને મેથિયાસ તેના બોલિવૂડ ડેબ્યુ દરમિયાન મળ્યા હતા અને ત્યારથી બંને સાથેછે. પોતાના સંબંધો વિશે વાત કરતી વખતે અભિનેત્રીએ કહ્યું હતું કે જો તમારો સંબંધ સારો છે તો તમનેકોઈ બોજ નથી લાગતો.