તાપસી પન્નુ વધુ પડતી ગંભીર ભૂમિકાઓ ભજવીને કંટાળી છે અને એટલે તેણે હવે એક હલ્કી ફુલ્કી કોમેડી ફિલ્મ સાઈન કરી હોવાનું કહેવાય છે. તાપસી હાલ તેની ફિલ્મ ‘ગાંધારી’માં વ્યસ્ત છે. ‘ગાંધારી’ એક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ અનેક એક્શન સીન્સ કરી રહી છે.
તેના માટે તેણે ખાસ તાલીમ પણ લીધી છે. જોકે, ‘ગાંધારી’નાં શૂટિંગ બાદ જ તાપસીને લાગ્યું છે કે તેને હવે કેરિયરમાં ચેન્જની જરુર છે અને એટલે તેણે એક કોમેડી ફિલ્મ સ્વીકારી છે. આ ફિલ્મનું ટાઈટલ શું હશે અને તાપસી સાથે અન્ય કયા કલાકારો કામ કરવાના છે તેની વિગતો હજુ જાહેર કરાઈ નથી. તાપસી ‘ગાંધારી’ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે તેવું અનુમાન છે.