ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે, ચર્ચા એવી છે કે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને લઈ જનાર રોહિત શર્માને ફરી એકવાર ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.
વનડે વર્લ્ડ કપ 2023 બાદ ક્રિકેટ ચાહકો T20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા હતા એવામાં ICC એ T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 1 થી 29 જૂન દરમિયાન 20 ટીમો વચ્ચે યોજાશે. T20 વર્લ્ડ કપ 2024માં કુલ 55 મેચો રમાવાની છે, જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએના કુલ 9 મેદાનો પર યોજાશે.
- Advertisement -
દર વખતની જેમ 9 જૂને યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ ચર્ચાનો વિષય બનશે. તે પહેલા એક અન્ય ચર્ચાનો વિષય છે અને તે છે T20 ઈન્ટરનેશનલ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી. જાણીતું છે કે બંને ખેલાડીઓએ 10 નવેમ્બર, 2022 થી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
ICYMI, the schedule for the 2024 ICC Men's #T20WorldCup is out 🏆
— ICC (@ICC) January 5, 2024
- Advertisement -
ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. હાલમાં જ ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને લઈ જનાર કેપ્ટન રોહિત શર્માને ફરી એકવાર ટીમની કમાન સોંપવામાં આવશે એવી ચર્ચાએ જોર પકડયું છે. ICCએ T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું ત્યારથી રોહિત શર્માના કેપ્ટન બનવાના સમાચારની પુષ્ટિ થઈ રહી છે.
ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે?
T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવાની સાથે ICCએ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમોના કેપ્ટનની તસવીરો પોતાની સોશિયલ સાઈટ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની તસવીર છે. ICCએ આ લિસ્ટમાં પાકિસ્તાન ટીમના T20 કેપ્ટન શાહીન આફ્રિદીને સ્થાન આપ્યું છે.
20 of the best teams in the world form the biggest line-up in ICC global tournament history 👏
Here are ten key matches to watch out for ⬇
— ICC (@ICC) January 5, 2024
આ જોઇને લોકોને લાગી રહ્યું છે કે રોહિત T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળશે. જો કે હજુ કોઈ સત્તાવાર નથી કારણ કે ટીમોની જાહેરાત કરવામાં આવી નથી. આ પહેલા એક રિપોર્ટ પણ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાને ભારતની કપ્તાની સોંપવામાં આવી શકે છે.
વિરાટ કોહલી વિશે પણ અટકળો!
ઉપરાંત, ICC દ્વારા શેડ્યૂલ જાહેર કર્યા પછી એક પ્રોમો પણ શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં વિરાટ કોહલી બતાવવામાં આવ્યો છે. ICCએ ભારત-પાકિસ્તાન મેચ વિશે પોસ્ટ કરતા વિરાટનો ફોટો પણ શેર કર્યો છે. આ કારણે સોશિયલ મીડિયા પર એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે વિરાટ કોહલી પણ એક ખેલાડી તરીકે T20 ટીમમાં વાપસી કરી શકે છે.