-પહેલીવાર વર્લ્ડકપમાં રમાનારી ટીમની સંખ્યા 20એ પહોંચી: 30 જૂને વર્લ્ડકપનો ફાઈનલ: ભારત સહિતની ટીમ ક્વોલિફાય
ટી-20 વર્લ્ડકપની નવમી સીઝન આવતાં વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ ટૂર્નામેન્ટની તારીખોનું એલાન થઈ ગયું છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ પ્રમાણે આ ટૂર્નામેન્ટ 4 જૂનથી 30 જૂન વચ્ચે રમાઈ શકે છે. ટી-20 વર્લ્ડકપની પાછલી સીઝન 2022માં રમાઈ હતી અને તેનું આયોજન ઑક્ટોબરમાં થયું હતું.
- Advertisement -
જો કે ફ્યુચર ટૂર પ્રોગ્રામ (એફટીપી)ને અંતિમ રૂપ આપતાં સમયે આઈસીસી પહેલાંથી જ સંકેચ આપી ચૂક્યું છે કે ટૂર્નામેન્ટનું આયોજન જૂનમાં થશે. અહેવાલો પ્રમાણે આઈસીસીના એક પ્રતિનિધિમંડળે આ સપ્તાહે અમેરિકાના પાંચ શૉર્ટલિસ્ટેડ સ્થળોનો પ્રવાસ કર્યો હતો.
આ સ્થળ પહેલીવાર કોઈ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક ક્રિકેટ આયોજનની મેજબાની કરશે જેમાં ટૂર્નામેન્ટ મેચો અને વૉર્મઅપ મેચો મૉરિસવિલે, ડલાસ અને ન્યુયોર્ક સાથે ફ્લોરિડામાં લૉડરહિલ પણ સામેલ છે.
મૉરિસવિલે અને ડલાસ હાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં મેજર લીગ ક્રિકેટના ઉદ્ઘાટન સત્રની યજમાની કરી રહ્યા છે. જો કે આ મેદાનોને હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્થળનો દરજ્જો અપાયો નથી એટલામાટે સૌથી પહેલાં તેણે આઈસીસીના નિયમ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનો દરજ્જો મેળવવો પડશે. આગલા મહિને આઈસીસી, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ ક્રિકેટ (યુએસએસી) સાથે મળીને આયોજન સ્થળો અંગે અંતિમ નિર્ણય લેશે.
- Advertisement -
દરમિયાન ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર 20 ટીમો ભાગ લેશે. પહેલા રાઉન્ડમાં આ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. પાંચ-પાંચ ટીમવાળા ગ્રુપમાં ટોચ પર રહેનારી બે-બે ટીમોને સુપર-8 માટે ક્વોલિફાય કરવાની તક મળશે જ્યારે સુપર-8માં ચાર-ચાર ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવશે અને આ બન્ને ગ્રુપમાં ટોચ પર રહેનારી બે-બે ટીમોને સીધો સેમિફાઈનલમાં પ્રવેશ મળશે અને ત્યારબાદ ફાઈનલ રમાશે.
ટી-20 વર્લ્ડકપની ટોપ-8 ટીમો સહિત આઈસીસી રેન્કીંગના ટોપ-10માં રહેલી બે ટીમોએ ટૂર્નામેન્ટમાં ડાયરેક્ટ ક્વોલિફાય કર્યું છે જ્યારે યજમાન હોવાને નાતે વિન્ડિઝ અને અમેરિકાને પણ સીધી ટિકિટ મળી છે.
આ ઉપરાંત ક્વોલિફાયર્સ રાઉન્ડ રમીને ત્રણ ટીમોએ આ યાદીમાં જગ્યા બનાવી છે. ટી-20 વર્લ્ડકપ માટે અત્યાર સુધી ક્વોલિફાય કરી ચૂકેલી ટીમોમાં ભારત ઉપરાંત વિન્ડિઝ, અમેરિકા, આયર્લેન્ડ, પાપુઆ ન્યુ ગીની, સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે.
આ રીતે 20 ટીમો વચ્ચે રમાશે ક્વોલિફાયર્સ રાઉન્ડ
ટી-20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર 20 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે પ્રથમ પ્રથમ રાઉન્ડમાં આ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. પાંચ-પાંચ ટીમના ગ્રુપમાં ટોચ પર રહેનારી બે-બે ટીમોને સુપર-8 માટે ક્વોલિફાય કરવાની તક મળશે જ્યારે સુપર-8માં ચાર-ચાર ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવશે અને આ ગ્રુપમાં ટોચ પર રહેનારી બે-બે ટીમોને સેમિફાઈનલમાં એન્ટ્રી મળશે જેમાંથી જીતનારી બે ટીમ ફાઈનલમાં ટકરાશે. અત્યાર સુધીમાં 15 ટીમો વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે જેમાં ટીમ ઈન્ડિયા પણ સામેલ છે. આ ઉપરાંત ક્વોલિફાયર્સ રાઉન્ડ રમીને ત્રણ ટીમ વર્લ્ડકપમાં એન્ટ્રી કરી ચૂકી છે. હવે બે જ જગ્યા બાકી રહી છે.