માલવણથી નાવિયાણી અને ખરાઘોડાથી ફુલ્કી રોડ પર દબાણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
રાજ્યમાં એક વડ એક શેરોમાં ગેરકાયદેસર દબાણો પર દાદાની બુલ્ડોઝર ચાલી રહ્યું છે તેવામાં હવે સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ તંત્રે આદરી હોય તેવું નજરે પાડી રહ્યું છે. જેમાં પાટડી ખાતે છેલ્લા કેટલાક સમયથી જાહેર રીડ પર અડિંગો જમાવી બેઠેલા કેટલાક દબાણ કરતો સામે હવે સ્થાનિક તંત્ર આળસ મરડી ઉભુ થયું હોય તે પ્રકારે નોટિસ આપવાની કામગીરી હાથ ધરી છે.
પાટડી ખાતે છેલ્લા કેટલાક સમયથી જાહેર રોડ પર કરેલા દબાણને લીધે વાહન વ્યવહાર નીકળવા અને ટ્રાફિક જામ થવાથી ખુબજ મુશ્કેલી પડતી હતી. શહેરના જાહેર રીડ પર એક તરફ ગેરકાયદેસર દબાણ તો બીજી તરફ રખડતા પશુઓના લીધે રાહદારીઓને નીકળવું મુશ્કેલ થયું હતું તેવામાં ગઈ કાલે પાટડી ખાતે જાહેર માર્ગો પર કરેલા ગેરકાદેસર દબાણ અંગે સ્થાનિક તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી જેમાં માલવણથી નાવિયાણી અને ખારઘોડાથી ફૂલ્કી સુધીના રોડ પર તમામ દબાણકર્તાઓને નોટિસ પાઠવી વહેલી તકે દબાણ હટાવવા માટે સૂચનાઓ આપી હતી.