બિપોરજોય વાવાઝોડાને કારણે તોફાની બનેલા દ્વારકાના દરિયામાં કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી દિલધડક રેસ્કયુ ઓપરેશન હાથ ધરી જહાજમાં ફસાયેલા 50 લોકોને સુરક્ષિત બચાવી લીધા.
બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. દરિયાકાંઠે સહેલાણીઓને જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં એલર્ટની વચ્ચે દ્વારકાના દરિયામાંથી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
- Advertisement -
કોસ્ટગાર્ડે 50 લોકોને બચાવ્યા
બિપરજોય વાવાઝોડાને લઈ દ્વારકામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે, દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. આ વચ્ચે દ્વારકાના દરિયામાં ફસાયેલા 50 લોકોને કોસ્ટગાર્ડે બચાવી લીધા છે. વાવાઝોડાના કારણે દરિયામાં ફસાયેલા 50 લોકોને બચાવાયા છે.
#WATCH | All 50 personnel have been evacuated today morning from jack-up rig 'Key Singapore' operating off Dwarka coast near Okha, Gujarat by the Indian Coast Guard ALH Dhruv helicopters: ICG officials
(Video: Indian Coast Guard) pic.twitter.com/Bj4Nb2s07Z
- Advertisement -
— ANI (@ANI) June 13, 2023
કોસ્ટગાર્ડે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન
દ્વારકાના દરિયામાં ઓઈલ ડ્રિલિંગ કી સિંગોપાર નામના જહાજમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળતાની સાથે જ કોસ્ટ ગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ALH હેલિકોપ્ટર દ્વારા કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના જાબાજ જવાનોએ દરિયામાં ફસાયેલા જહાજમાંથી 50 લોકોને બચાવી લીધા હતા.
ગુજરાતમાં NDRF અને SDRF ટીમો ખડેપગે
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં NDRFની 21, SDRF 13 ટીમ તૈનાત કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમ સંભવિત વિસ્તારોમાં મોકલાઈ છે. ઊર્જા વિભાગની 577 ટીમો પણ ખડેપગે છે. અત્યાર સુધીમાં દરિયાકાંઠા વિસ્તારના 3 હજાર 243 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર પણ સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે.