– ટેસ્ટિંગ માટે સેમ્પલ્સ મોકલાયા
- Advertisement -
ગાઝિયાબાદમાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે એક પાંચ વર્ષની બાળકીને મંકીપોકસ વાયરસ માટે શંકાસ્પદ લક્ષણો જણાતા ટેસ્ટિંગ માટે સેમ્પલ્સ મોકલવામાં આવ્યા છે.
એક ક્લિનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક બાળકીને મંકીપોકસના લક્ષણો ને મળતા આવતા લક્ષણો જોવા મળ્યા છે બાદમાં તેના સેમ્પલ્સ પ્રિકોશનરી એટલે બચાવરૂપ પગલાંના ભાગરૂપે લેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે.
સ્કીન પર ખરાબ રીતે ખંજવાળ અને ડાઘ
- Advertisement -
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાઝિયાબાદમાં આ માઇનોર બાળકીને ENT ક્લિનિકમાં એક્ઝામિનેશન માટે લઇ જવામાં આવી હતી અને સાંભળવાની તકલીફને લઈને 23 મે ના દિવસે આ માટે ગઈ હતી. ડોક્ટરે પરીક્ષણ કર્યા બાદ તુરંત ઉપરના સ્તરના અધિકારીઓને માહિતી આપી હતી કે બાળકીને સ્કીન પર ખરાબ રીતે ખંજવાળ અને ડાઘ જોવા મળ્યા છે.
પરિવારજનોને આઇસોલેટ કરવામાં આવ્યા
બાળકીના પરિવારજનોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટ્સનું રિઝલ્ટ ન આવી જાય ત્યાં સુધી તેઓને અલગ જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આગળના બનતા પગલાં લેવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સજ્જ થઈ ગયા છે.