શક્તિ ચોક નજીક અલ્તાફ મોદી અને તેના પુત્ર પર જયેશ ડાંગર, લાલો ચોટી, ભુરો ઝાલાએ છરી, તલવાર, પાઇપ સાથે હુમલો કર્યો
બાબરીયા કોલોની ખાતે નજીવી બાબતે રિક્ષા ચાલકને ધોકા, પાઈપ અને તલવારથી હુમલો કરનાર ભુરો ઝાલા, લાલો ચોટી અને જયેશ ડાંગર વિરુદ્ધ ક્યારે પાસા હેઠળ કાર્યવાહી થશે તે એક મોટો સવાલ છે આ ત્રણેય અનેક વખત મારામારી અને અન્ય ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના બાબરીયા કોલોની આવાસ ક્વાર્ટરમાં રહેતાં રિક્ષાચાલક અલ્તાફભાઇ નુરમહમદભાઇ મોદી (પિંજારા) (ઉ.50) અને તેના પુત્ર સિકંદર અલ્તાફભાઇ મોદી (ઉ.27)ને રાતે ઘર પાસે શક્તિ ચોક મસ્જીદની બાજુમાં હતાં ત્યારે જયેશ ડાંગર, લાલો ચોટી, ભુરો ઝાલાઓ છરી, તલવાર, પાઇપ સાથે આવી ઝઘડો કરી બંનેને માથા, હાથ, પીઠ, શરીરે ઇજાઓ કરતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. અલ્તાફભાઈના કહેવા મુજબ થોડા દિવસ પહેલા મારા ભત્રીજા અરમાન મોદી અને લાલા ચોટી સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો વધુ બીચકતા તેઓ મારવાની ધમકી પણ આપતા હતા અને ગઈકાલે રાત્રે શક્તિ ચોક પાસે અમારા પર હુમલો કર્યો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં હેડ કોન્સ. પી. એન. ગોહિલે હોસ્પિટલે પહોંચી અલ્તાફભાઇની ફરિયાદ પરથી હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
અલ્તાફભાઇ રાતે ઘર બહાર ઉભેલા પોતાના દિકરા સિકંદરને તે ઘર નજીક શક્તિ ચોકમાં ઉભો હોઇ ત્યાથી બોલાવવા જતાં તે વખતે જયેશ, લાલો, ભૂરો આવી જતાં ત્રણેયએ અગાઉ સિકંદર સાથે થયેલી માથાકુટનો ખાર રાખી તેને ગાળો દીધી હતી અને તેના માથામાં ઉંધી તલવારનો ઘા મારી દીધો હતો. તેમજ હાથ પર છરી અને પીઠ પર પાઇપનો ઘા ફટકારી દીધો હતો. અલ્તાફભાઇ છોડાવવા જતાં તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો