જાહેરમાં બુખાર પહેરેલી મહિલાઓને 82 હજાર રૂપિયાનો દંડ થશે
ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાના અનેક દેશોમાં હિજાબ અંગે વિવાદ ચાલી રહ્યો છે. ઈરાનમાં મહિલાઓ તેના વિરોધમાં આંદોલન કરી રહી છે ત્યારે સ્વિટ્ઝર્લેન્ડમાં જાહેર સ્થળોએ હિજાબ પહેરવા અને ચહેરો ઢાંકવા ઉપર પ્રતિંબધ મુકવાની તૈયારી ચાલી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર 1000 ફ્રેક એટલે કે 82 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સ્વિસ ફેડરલ કાઉન્સિલે સંસદમાં ડ્રાફ્ટ કાયદાની દરખાસ્ત કરવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ સંસદમાં મોકલવામાં આવેલા ડ્રાફ્ટમાં બુરખાનો નામથી બુરખાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
- Advertisement -
આ સાથે જ કેટલીક છૂટની પણ વાત કરવામાં આવી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં સંસદ દ્વારા ડ્રાફ્ટ કાયદાને મંજૂરી મળ્યા બાદ આ બિલને અમલમાં આવશે. સ્વિટ્ઝર્લેન્ડના સ્થાનિક સમાચાર પત્ર સ્પુટનિકે જણાવ્યું હતું કે, સરકાર આરોગ્યના કારણો, સલામતીના મુદ્દાઓ, આબોહવાની પરિસ્થિતિઓ, સ્થાનિક રીત-રિવાજો, કલાત્મક હેતુઓ અને જાહેરાતો માટે ચહેરો ઢાંકવાની મંજૂરી આપશે. વળી, રાજદ્વારી અને કોન્સ્યુલર કચેરીઓના સંકુલ, બોર્ડ પ્લેન, ચર્ચ અને અન્ય પૂજા સ્થાનોવા પરિસરમાં ચહોરો ઢાંકવા પ્રતિબંધ લાગુ નહીં પડે.
‘છોકરીઓ બુરખા વગર ફરશે તો સામાજિક દુષણ વધશે’: સપાના સાંસદ
આજે હિજાબ વિવાદનો ખંડિત ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠ શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર નિર્ણય લઈ શકી નથી. જસ્ટિસ ગુપ્તાએ કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો માન્ય રાખી, હિજાબ ઉપરના પ્રતિબંધ સામેની અપીલ નામંજૂર કરી છે. જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ હાઈકોર્ટનો ચુકાદો રદ્દ કર્યો અને હિજાબ ઉપરનો પ્રતિબંધ અયોગ્ય ઠેરવ્યો છે. જસ્ટિસ ધુલિયાએ રાજ્ય સરકારનો પ્રતિબંધ મૂકતો ઠરાવ પણ રદ્દ
કર્યો છે.
ખંડપીઠના બન્ને જજના અલગ અલગ મંત્વ્યથી હવે સમગ્ર મામલો ચીફ જસ્ટિસ સમક્ષ જશે ત્યારે સપાના એક સાંસદનું વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું છે.