સ્વિટ્ઝર્લેન્ડે એક ઐતિહાસિક નિર્ણયમાં ડેથ કેપ્સ્યુલ જેને ડેથ બેડ પણ કહે છે. તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આ મશીનમાં સૂતાની થોડી જ સેક્ધડોમાં વ્યકિતનું મૃત્યુ થઇ જાય છે. તે 2017માં બનાવવામાં આવ્યું હતું અને ઇચ્છામૃત્યુ હાથ ધરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને ઇચ્છામૃત્યુ હાથ ધરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
કેપ્સ્યુલ બનાવતી કંપની એક્ઝિટ સ્વિટ્ઝર્લેન્ડે જણાવ્યું કે, સાર્કો નામનું આ મશીન ઇચ્છામૃત્યુના દર્દીઓ (એનેસ્થેસિયાના) દર્દીઓ માટે ફાયદાકારક છે. આમાં બટન દબાવતા જ 30 સેકન્ડની અંદર વ્યકિતનું મૃત્યુ થઇ જાય છે.
- Advertisement -
મશીનમાં નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે. આમાં વ્યકિતને ઓક્સિજન મળતો નથી. ગુંગળાઇને મૃત્યુ પામે છે. પહેલા વ્યકિત તેમાં બેભાન થાય છે પછી ધીમે ધીમે તેનો શ્વાસ બંધ થાય છે. મશીન બનાવનાર ડો. ફિલિપ નિત્શેકે દાવો કર્યો હતો કે, તે દર્દીઓને પીડા વિના મૃત્યુ પામવામાં આ ડેથબેડ મદદ કરે છે.