નવા પ્રમુખ અતુલ રાચ્છ છેલ્લાં દોઢ દાયકાથી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલાં
4 જાન્યુઆરીએ સયાજી હોટલના મહલ હોલ ખાતે સમારોહ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન ઓફ રાજકોટ (REAAR)ના સભ્યો દ્વારા વર્ષ 2025ના 13માં પ્રમુખ તરીકે અતુલ રાચ્છની શપથવિધિ સમારોહ તારીખ 4-1-2025 શનિવારના રોજ મહલ હોલ, હોટલ સયાજી ખાતે રાખવામાં આવી છે. અતુલ રાચ્છ રાજકોટમાં 15 વર્ષથી રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ રાજકોટ ઉપરાંત અમદાવાદ અને મુંબઈના નામાંકિત બિલ્ડરો સાથે જોડાયેલા છે.
એસોસિએશનમાં તેમની સાથે સેક્રેટરી પરેશ રૂપારેલિયા, વાઈસ પ્રેસિડેન્ટ અમિત વાગડીયા, જોઈન્ટ સેક્રટરી પરીન ચગ, ટ્રેઝરર તુષાર મહેતા, પ્રેસિડેન્ટ ઈલેક્ટ હિતેશ રાજદેવ, આઈ.પી.પી. નિલેશ સુરાણી, એડ્યુકેશન એન્ડ ટ્રેનીંગ આશિષ ઉનડકટ અને કમલ દક્ષિણી, મીટિંગ એન્ડ ઈવેન્ટ્સ મેરુ જોગરાણા, ગૌરાંગ કારીયા, પ્રકાશ ગઢવી તથા કેતન ચોટાઈ, પબ્લિક રિલેશન જયભારત ધામેચા, પ્રેસ એન્ડ મીડિયા રાજેશ દત્તાણી, ડિપાર્ટમેન્ટ વર્ક વિકાસ મણિયાર, અજય ત્રિવેદી, એડવાઈઝરી દિનેશ કોઠારી અને મેહુલ નથવાણી વગેરેની સર્વાનુમત્તે નિમણુંક કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન ઓફ રાજકોટ છેલ્લા 16 વર્ષથી ખૂબ જ વિશાળ તેમજ ડાયનેમિક સભ્ય સંખ્યા ધરાવતી સંસ્થા છે તેમજ આ સંસ્થા National Association of Realtors (NAR-INDIA) સાથે જોડાયેલી છે કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રિયલ એસ્ટેટનું કામ કરતી સંસ્થા છે.
આ 13મી શપથવિધિ સમારોહમાં ગેસ્ટ ઓફ ઓનર પરેશભાઈ ગજેરા પ્રમુખ (Rajkot Builders Association) તથા કી નોટ સ્પીકર ડો. જીતેન્દ્ર અઢિયા કે જેઓ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં કેવી રીતે આગળ વધી પ્રગતિ કરી શકાય એ વિષય પર વક્તવ્ય આપશે. રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા બિલ્ડર્સ, એ ડવોકેટ, કોન્ટ્રાકટર, રિયલ એસ્ટેટ ક્ધસલટન્ટ, એન્જિનિયર, આર્કીટેકચર, સ્ટ્રકચર ડીઝાઈનર વગેરે તેમજ રાજકોટની નામાંકિત સંસ્થાઓના પદાધિકારી હાજર રહેશે.સમગ્ર કાર્યક્રમના ગોલ્ડ સ્પોન્સર તરીકે ZEN GARDEN રાજકોટ અને સિલ્વર સ્પોન્સર તરીકે INDIAN HOSPITALITY DEVELOPERS અમદાવાદ ખાતેથી જોડાયેલા છે. વર્ષ 2025ના પ્રમુખ અતુલ રાચ્છના શપથવિધિ સમારોહમાં REAL ESTATE AGENTS ASSCOCIATION OF RAJKOTની નવી બનાવેલી વેબસાઈટનું લોન્ચિંગ પરેશ ગજેરાના હસ્તે થવાનું છે.
- Advertisement -
અમારી સંસ્થા જમીન-મકાનના વ્યવસાયને લગતા પ્રશ્ર્નો અંગે સેમિનારો યોજવા, સભ્યો વ્યવસાયમાં વધારે શિક્ષિત થાય તે માટે ટ્રેનિંગ, ટાઉન પ્લાનિંગ, રૂડા તથા ડેવલપમેન્ટ પ્લાન, રેરા, જીએસટી, આર.ટી.આઈ. તથા અન્ય નવા કાયદાઓ વિશે સભ્યોને તેમજ સમાજને જાણકારી આપવા અંગેના આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેરમાંથી જમીન-મકાન એજન્ટ તરીકેના વ્યવસાય કરતાં લોકોને અમારા એસોસિએશનના સભ્ય થવા માટે અમારું એસોસિએશન હૃદયપૂર્વક આવકારે છે. આ માટે અમારા એસો.ના સેક્રેટરી પરેશ રૂપારેલિયા મો. 9106594606નો સંપર્ક કરવા જણાવ્યું છે.