પાલખી યાત્રાનું ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરાયું, બેન્ડવાજા, રાસની રમઝટ અને હર.. હર.. મહાદેવના નાદ ગુંજી ઉઠ્યું રાજકોટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પવિત્ર શ્રાવણ માસનો ચોથો સોમવારે, ત્યારે સ્વયંભૂ રામનાથ મહાદેવની 102મી પાલખી યાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં શિવભકતો જોડાયા હતા અને ઠેર ઠેર રસ્તા પર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. આ ઉપરાંત જયારે અલગ અલગ ચોકમાંથી રામનાથ મહાદેવની પાલખી યાત્રા પસાર થઇ ત્યારે ઠેર ઠેર મહાદેવ પર પુષ્પોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વયંભુ રામનાથ મહાદેવના સાંનિધ્યમાં બપોરે 2.30 વાગ્યે ષોડશોપચાર પૂજન આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે 3.30 વાગ્યે વરણાંગીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રામાં ભગવાન ખુદ લોકોને દર્શન આપવા નીકળતા હોવાથી મંદિર પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટની ધર્મપ્રિય જનતાએ આ વરણાગીમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.