By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
    1 hour ago
    આજથી પાકિસ્તાનની કરતૂતોનો થશે પર્દાફાશ!
    3 hours ago
    ટ્રમ્પે 175 અબજ ડોલરના ગોલ્ડન ડોમ ડિફેન્સ કવચની ડિઝાઇન પસંદ કરી, નેતાની નિમણૂક કરી
    4 hours ago
    TIME 2025માં 100 સૌથી દાનવીરોની યાદીમાં ભારતના કેટલા મહાનુભાવોને સ્થાન મળ્યું જાણો
    4 hours ago
    ટ્રેડ વોરના કારણે જિનપિંગ સરકારે સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે અભિયાન શરૂ કર્યું
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!
    1 hour ago
    દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!
    1 hour ago
    દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
    1 hour ago
    50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો
    1 hour ago
    હાલના તબક્કે દાંપત્ય જીવનમાં સમજણ-સહનશક્તિનો અભાવ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    1 day ago
    પંજાબે રાજસ્થાનને 10 રનથી હરાવ્યું: પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવ્યું
    2 days ago
    કેએલ રાહુલે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, 8000 T20 રન બનાવનારા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યા
    2 days ago
    પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત એશિયા કપ 2025 રમશે નહીં કે તેનું આયોજન કરશે નહીં
    2 days ago
    મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમમાં ‘રોહિત શર્મા સ્ટેન્ડ’નું અનાવરણ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    4 hours ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    1 day ago
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    1 week ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    1 week ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 day ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    5 days ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 week ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 week ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 week ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મ થવાના શમણે!: શું એક રજકણ સૂરજ બની શકે ખરી?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મ થવાના શમણે!: શું એક રજકણ સૂરજ બની શકે ખરી?
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાત

સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મ થવાના શમણે!: શું એક રજકણ સૂરજ બની શકે ખરી?

Khaskhabar Editor
Last updated: 2022/09/16 at 6:38 PM
Khaskhabar Editor 3 years ago
Share
17 Min Read
SHARE

છેલ્લા પાંચેક વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના જુદા જુદા જૂથો વચ્ચે સનાતન હિન્દુ ધર્મને નીચો બતાવવાની કોશિશો થઈ રહી છે જે નિંદનીય છે. કારણ કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ત્રિપુટીથી હિંદુ ધર્મ વિકસિત થયો છે. બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (નિર્વાહક) અને મહેશ (સંહારક) સૌએ પોતપોતાની આગવી ભૂમિકા ભજવી છે અને ભજવી રહ્યા છે.હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ એક વટવૃક્ષની જેમ ફેલાઈ રહી છે. હિંદુ ધર્મ અને સંસ્કૃતિ ઉપર ગમે તેવા આક્રમણો થવા છતાં ધર્મ અને સંસ્કૃતિ ટકી તો રહી જ છે અને સાથે સાથે વડવાઈઓ વધતી રહીને વટવૃક્ષને વધુને વધુ વિરાટ બનાવતી રહી છે. આ વટવૃક્ષમાંથી દિન-પ્રતિદિન નવી નવી ડાળીઓ ફૂટી રહી છે. હજારો શાખાઓ, ડાળીઓ અને પર્ણો ઉપર હજારો પંખીઓ આવાસ કરીને આનંદમય કોલાહલ કરતા રહેતા હોય છે. આ બધા જ અંતે તો એકબીજા સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા જ હોય છે.

આજે જ્યારે આપણો દેશ અને હિંદુ ધર્મ અત્યારે ખૂબ જ કટોકટીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છેતથા ચારેબાજુથી હોંકારા-પડકારા થઈ રહ્યા છે તેવા કપરા સંજોગોમાં હિંદુ ધર્મરૂપી વટવૃક્ષ ઉપર પ્રહાર એટલે એ સમગ્ર દેશમાં સૌહાર્દ ઉપર પ્રહાર છે એમ કેમ કોઈ સમજતું નથી? અત્યારે દેશને સૌહાર્દની ખૂબ જ જરૂર છે. સૌહાર્દ તોડવાનો કોઈપણ પ્રયાસ ન થવો જોઈએ.

- Advertisement -

હિંદુ ધર્મના સાચા અનુયાયીઓ જાહેરમાં એવા નિવેદન ન જ કરે કે જેના કારણે સમગ્ર ધર્મને અને તેને કારણે ભારત દેશને નુકશાન થાય. સાંપ્રદાયિક કટ્ટરવાદી પુરસ્કર્તાઓ દ્વારા કરવામાં આવી રહેલા કડવાશપૂર્ણ અને દ્વેષપૂર્ણ ઉચ્ચારણો સરવાળે હિંદુ ધર્મને અને ભારત દેશને ન ધારેલું નુકશાન કરી શકે છે.હિંદુ ધર્મના વટવૃક્ષની છાંયમાં જે સંપ્રદાયો ફૂલીફાલી રહ્યા છે તેમને જેની છાંય મળી રહી છે તેના મૂળને હચમચાવવાની કોશિશ ન કરવી જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાય હકીકતમાં તો સનાતન હિન્દુ ધર્મના ઘણા સ્તંભોમાંનો એક સ્તંભ છે પરંતુ છેલ્લા બે દશકથી ધીમે ધીમે પોતાના પગ એ રીતે ફેલાવી રહ્યા છે કે એ સનાતન હિન્દુ ધર્મને તો નુકશાન પહોંચાડી રહ્યા છે પરંતુ સાથે સાથે પોતાના સંપ્રદાયની ગરિમાને પણ ઘટાડી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય પોતે જ એક અલગ ધર્મ હોય એ રીતે પ્રયાણ કરી રહ્યો હોય એવું ક્ષિતિજ પર સ્પષ્ટ રીતે દ્રશ્યમાન થઈ રહ્યું છે. જો આ હકીકત બનવા જઈ રહી હોય તો તે સનાતન હિન્દુ ધર્મ માટે વજ્રાઘાત સમાન હશે.

જે સંપ્રદાય એના મૂળ ગ્રંથો અને મૂળ સિદ્ધાંતોથી દૂર થતાં જાય તે સંપ્રદાય વિવાદમાં આવે જ આવે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે આવું જ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બે મૂળભૂત ગ્રંથ ગણી શકાય. (01) સહજાનંદ સ્વામી દ્વારા લિખિત શિક્ષાપત્રી અને (02) મૌખિક રીતે આપેલા ઉપદેશોનો સંકલિત ગ્રંથ વચનામૃત. સહજાનંદ સ્વામીએ પોતાના સંપ્રદાયના સિદ્ધાંતો અને સાધના અંગે વિસ્તૃત રીતે શિક્ષાપત્રીમાં દર્શાવ્યું છે એટલે આમ તો આ સંપ્રદાય માટે શિક્ષાપત્રી બીજરૂપ ગ્રંથ ગણી શકાય. કારણ કે શિક્ષાપત્રી સહજાનંદ સ્વામીએ પોતે વિ. સં. 1882માં લખી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયનો ગહન અભ્યાસ કરનાર વિદ્વાન જે. એ. યાજ્ઞિક વ્યાપક સંશોધન પછી દર્શાવે છે કે સહજાનંદ સ્વામીના અંગત સચિવ તરીકે શુકજીની સાથે સાથે મુક્તાનંદજી, ગોપાળાનંદજી અને નિત્યાનંદજી આ ચારે સાથે મળીને વચનામૃતને લિપિબદ્ધ કર્યા હતા. એટલે એટલું તો કહી શકાય કે વચનામૃત ભલે સહજાનંદ સ્વામીએ પોતે ન લખ્યા હોય પરંતુ તેઓ આ ભૂતલ પર બિરાજમાન હતા તે દરમિયાન જ લિપિબદ્ધ થયા હતા.

વચનામૃત ગ્રંથનો સંસ્કૃત અનુવાદ સૌથી પ્રથમ ગિરિજાશંકર શાસ્ત્રીજી દ્વારા વિ. સં. 1996માં એટલે કે આજથી લગભગ 82 વર્ષ પહેલાં અમદાવાદ મુકામે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ આવૃત્તિમાં વચનામૃતની સંખ્યા 273 હતી અને આ તમામ વચનામૃતોનું સંકલન મુક્તાનંદજી, ગોપાળાનંદજી, બ્રહ્માનંદજી, નિત્યાનંદજી અને શુકજી દ્વારા કરવામાં આવ્યું હતું એવું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય વિદ્યા ભવન્સ મુંબઈ દ્વારા વિ. સં. 2036માં પ્રસિદ્ધ થયેલ રામવલ્લભ શાસ્ત્રીજી દ્વારા હિન્દીમાં અનુવાદિત વચનામૃતમાં કુલ વચનામૃતની સંખ્યા 262 હતી. આ પુસ્તકમાં તમામ વચનામૃતોનું સંકલન મુક્તાનંદજી, ગોપાળાનંદજી, નિત્યાનંદજી અને શુકજી દ્વારા કરવામાં આવ્યું હતું એમ દર્શાવવામાં આવ્યું છે. હિન્દી આવૃત્તિમાં બ્રહ્માનંદજીનું સંકલનકાર તરીકે નામ નિર્દેશિત થયું નથી.

- Advertisement -

આટલી પૂર્વ ભૂમિકા પછી આપણે હવે શિક્ષાપત્રી શું કહે છે એ જોઈએ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યારના સંતો દ્વારા બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (નિર્વાહક) અને મહેશ (સંહારક)અને ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ અંગે જે ઉચ્ચારો કરવામાં આવ્યા છે એ કેટલે અંશે વ્યાજબી છે એ સ્પષ્ટ થઈ જશે. શિક્ષાપત્રીમાં કહે છે:
મજ્ઞડળહ્ય વ્રળલલુઠ્ઠળરુઞ હપિદ્દળઉંમટળરુધઢબ્ ।
ક્ષૂફળર્ઞૈ ધળફટજ્ઞ ટૂ હરિુમશ્રઞળજ્ઞણળૃપલવશ્ર્ચઇંબ્ ॥93॥
ટઠળ હધિઉંમત્ત્ટિળ ણરિુટહ્ય રુમડળ્ફળજ્ઞરુડટળ ।
હમિળલૂડજ્ઞમપળવળટ્ટર્બ્રૈ શ્ર્નઇંળધ્ડમેશ્રઞમઈંઞ્જઉંબ્ ॥94॥
ઢપૃયળષ્ળધ્ટઉૃંટળ ખ ્રૂળસમલ્હ્લ્રૂઋરજ્ઞ: શ્ર્નપૈરુટ: ।
ઊટળધ્રશ્ પપજ્ઞશ્ળરુણ લખ્રગળષ્ળરુઞ ધમાધ્ટ રુવ ॥95॥
શ્ર્નમરુવટજ્ઞખ્રગૂરુધફજ્ઞટળરુણ પાખ્રગશ્ર્રૂે: લઇંબેફરુક્ષ ।
હળજ્ઞટવ્રળધ્રઠ ક્ષળછ્રૂળરુણ ઇંઠણ્રિૂળરુણ ખ રુદ્યઘે: ॥96॥
ટઠ્ઠળખળફવ્રમસ્રરુટરુણશ્રઇૈંટળણર્ળૈ ખ રુણઞૃ્રૂજ્ઞ ।
ઉૃં઼ળહ્ળ રુપટળષફળજ્ઞક્ષજ્ઞટળ ્રૂળસમલ્હ્લ્રૂશ્ર્ન્રૂ ટૂ શ્ર્નપૈરુટ: ॥97॥
હપિદ્દળઉંમટશ્ર્ન્રૂેરૂ શ્ર્નઇંધ્ઢળે ડયપક્ષળપળે ।
લમળૃરુઢઇંટ્રૂળ સજ્ઞ્રૂળે ઇૈંશ્રઞપળવળટ્ટબ્રરૂૂથ્રજ્ઞ ॥98॥
ડયપ: ક્ષળપ: શ્ર્નઇંધ્ઢળજ્ઞ ્રૂળસમલ્હ્લ્રૂશ્ર્ન્રૂ ખ શ્ર્નપૈરુટ: ।
ધરુુયળર્ષ્ૈ ્રૂળજ્ઞઉંયળર્ષ્ૈ ઢપૃયળર્ષ્ૈ ઇૃં઼પજ્ઞઞ પજ્ઞ ॥99॥
યળફફિઇંળઞર્ળૈ ધઉંમત્ત્ટિળ્રૂળહ્યળમઉંબ્રટળબ્ ।
ફળપળણૂઘળખળ્રૂૃઇૈંર્ટૈ ધળશ્ર્રૂપળદ્વ્રૂળાટ્ટપર્ઇૈં પપ ॥100॥
ઊટજ્ઞરૂ ્રૂળરુણ મળહ્લ્રૂળરુણ હિઇૈંશ્રઞશ્ર્ન્રૂ મૈરશ્ર્ન્રૂ ખ ।
અટ્ટ્રૂૂટ્ટઇંરૃક્ષફળરુઞ શ્ર્ન્રૂૂશ્ર્નટઠળ ધરુુરુમફળઉ્ંરૂળજ્ઞ: ॥101॥
પધ્ટવ્રળરુણ પ્ઢળણળરુણ ટળધ્રજ્ઞમજ્ઞટફમળહ્લ્રૂટ: ।
ઢર્પીઞ લરુવટળ ઇૈંશ્રઞધરુુ: ઇંળર્રૂીરુટ ટત્વ: ॥102॥
ઢપર્ળી સજ્ઞ્રૂ: લડળખળફ: હૂરુટશ્ર્નપૈટ્ટ્રૂૂક્ષક્ષળરુડટ: ।
પળવળટ્ટબ્રસળણ્રૂૂક્કધુફિશ્ર્નણજ્ઞવળજ્ઞ ધરુુહ્ય પળઢમજ્ઞ ॥103॥
સહજાનંદ સ્વામી કહે છે કે (01) ચાર વેદ તથા (02) વ્યાસસૂત્ર તથા (03) શ્રીમદ્ ભાગવત નામે પુરાણ તથા (04) મહાભારતને વિષે તો શ્રીવિષ્ણુસહસ્રનામતથા (05) શ્રીભગવદ્ ગીતા તથા (06) વિદુરજીએ કહેલી જે નીતિ તથા (07) સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રીવાસુદેવમાહાત્મ્યઅને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે (08) યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ એ જે આઠ શાસ્ત્ર અમને ઈષ્ટ છે.

પોતાના હિતને ઈચ્છતા એવા જે અમારા સર્વે શિષ્ય તેમણે એ આઠ શાસ્ત્ર જે તે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ શાસ્ત્ર જે તે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવીઅને તે આઠ શાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર
અનુસંધાન પાના નં. 4 પર

સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતોએ બાળકો અને કિશોરોને ભ્રમિત કરતાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે તે જાહેરમાં માફી માંગીને ભૂલ સુધારશે ખરા?

અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિનું તેનું ગ્રહણ કરવું.
એ આઠ શાસ્ત્રને વિષે જે શ્રીમદ્ ભાગવત પુરાણ તેના દશમ ને પંચમ નામે જે બે સ્કંધ તે જેતે શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. એટલે કે ભગવાન શ્રીકૃષ્ણને સર્વથી અધિક જાણવા.
દશમસ્કંધ તથા પંચમસ્કંધ તથા યાજ્ઞવલ્કયની સ્મૃતિ, એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે કહેતાં, દશમસ્કંધ તે ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંધ તે યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે એમ જાણવું.

શ્રી રામાનુજાચાર્યે કર્યું એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્ગીતાનું ભાષ્ય એ જે બેતે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવુંઅને એ સર્વે શાસ્ત્રને વિષે જે વચન તે જેતે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તથા ધર્મ તથા ભક્તિ તથા વૈરાગ્ય એ ચારના અતિ ઉત્કર્ષપણાને કહેતાં હોય. તે વચન જે તે બીજાં વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ, તે જે તે ધર્મે સહિત જ કરવી. એવી રીતે તે સર્વે શાસ્ત્રનું રહસ્ય છેઅને શ્રુતિ, સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, તે ધર્મ જાણવો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે માહાત્મ્યજ્ઞાને સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.
જો સહજાનંદ સ્વામી સ્વયં એવી આજ્ઞા કરતાં હોય કે ચાર વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ્ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે તો શ્રીવિષ્ણુસહસ્રનામતથા શ્રીભગવદ્ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રીવાસુદેવમાહાત્મ્યઅને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્કય ઋષિની સ્મૃતિ એ જે આઠ સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો અને તેને જ પ્રમાણ ગ્રંથ તરીકે જાણવા. શ્રીમદ્ ભાગવત પુરાણના દશમસ્કંધ ભક્તિશાસ્ત્ર છે અને પંચમસ્કંધ યોગશાસ્ત્ર છે અને યાજ્ઞવલ્કયની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે આવી સ્પષ્ટ આજ્ઞા સહજાનંદ સ્વામી કરે છે.

હવે સ્વામિનારાયણ સંપ્રદાયના બાળકો માટેના પુસ્તકો તથા કેટલાંક સંત પોતાના પ્રવચનોમાં સનાતન ધર્મના આધાર સ્તંભ એવા બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (નિર્વાહક) અને મહેશ (સંહારક)ને શ્રીજી મહારાજથી ઉતરતા ગણાવે છે. આ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયે મનોમંથન કરીને તેમના સંપ્રદાયના મોભી એવા મહંતો દ્વારા સ્પષ્ટતાઓ કરવી આવશક્ય છે.
ભગવાન કૃષ્ણ માટે ગમે તેવા ઉચ્ચારણ કરનાર અને ભગવાન કૃષ્ણને ઉતારી પાડતાં અને ભગવાન શ્રીકૃષ્ણને ભગવાન ન માનવા એવા દુર્વચનો બોલનાર સંતગણને સહજાનંદ સ્વામી દ્વારા શિક્ષાપત્રીમાં કરવામાં આવેલી આજ્ઞાઓ દ્વારા અરીસો બતાવવો છે. શિક્ષાપત્રીમાં સહજાનંદ સ્વામી આજ્ઞા કરે છે:

લ હિઇૈંશ્રઞ: ક્ષર્ફૈરૂૄસ્ત્ર ધઉંમળણ ક્ષૂ્યરળજ્ઞણ્ળપ: ।
ઈક્ષળશ્ર્ન્રૂ ઇશ્ડજ્ઞમળજ્ઞ ણ: લમળૃરુમધળૃમઇંળફઞબ્ ॥108॥
લ ફળઢ્રૂળ ્રૂૂટળજ્ઞ સજ્ઞ્રૂળજ્ઞ ફળઢળઇૈંશ્રઞ ઇરુટ પ્ધૂ: ।
્યાહ્લપઞ્રળ ફપ્રૂળજ્ઞક્ષજ્ઞટળજ્ઞ બહ્રપણિળફળ્રૂઞ: લ રુવ ॥109॥
સજ્ઞ્રૂળજ્ઞઽઘૂૃણજ્ઞણ ્રૂૂુળજ્ઞઽલળે ણફણળફળ્રૂઞળરુધઢ: ।
રૂબધત્ળરુડ્રૂળજ્ઞઉંજ્ઞણ ટણ્ળન્ળપળજ્ઞખ્ર્રૂટજ્ઞ લ ખ ॥110॥
ઊટજ્ઞ ફળઢળડ્રૂળજ્ઞ ધુળશ્ર્નટશ્ર્ન્રૂ શ્ર્ન્રૂૂ: ક્ષળ઼ૃટ: ્રુખટ્ટ ।
્રુખણ્ળડનજ્ઞઽરુટશ્ર્નણજ્ઞવળટ્ટલ ટૂ સજ્ઞ્રૂશ્ર્નટડેઇંબ: ॥111॥
અટહ્યળશ્ર્ન્રૂ શ્ર્નમરૂક્ષજ્ઞરૂ ધજ્ઞડળજ્ઞ સજ્ઞ્રૂળજ્ઞ ણ લમૃઠળ ।
ખટૂફળરુડધૂઘટ્ટર્મૈ ટૂ રુદ્યરૂળવળજ્ઞશ્ર્નટશ્ર્ન્રૂ ખેાખ્રગઇંપ ॥112॥
ટશ્ર્ન્રૂેમ લમૃઠળ ધરુુ: ઇંટૃવ્રળ પણૂઘેધૂૃરુમ ।
રુણ:હજ્ઞ્રૂલઇંર્ફૈ રુઇંરુળણ્ળટળજ્ઞઽધ્રન્જ્ઞરુટ ત્તશ્રટળપ ॥113॥
ઉૂંરુઞણર્ળૈ ઉૂંઞમણ્ળળ્રૂળ સજ્ઞર્રૂૈ હ્જ્ઞટટ ક્ષર્ફૈ થબપ ।
ઇૈંશ્રઞજ્ઞ ધરુુહ્ય લટ્ટલનળજ્ઞઽધ્રઠળ ્રૂળાધ્ટ રુમડળજ્ઞઽન્ન્રૂઢ: ॥114।

ઈશ્વર તે કયાતો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રીકૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા અને રુક્મિણી રૂપ જે લક્ષ્મી તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. શ્રીકૃષ્ણ જે તે અજુર્ને યુક્ત હોય ત્યારે નરનારાયણ એવે નામે જાણવા. એ જે રાધાદિક ભક્ત તે જે તે કયારેક તો તે શ્રીકૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગને વિષે રહે છે ત્યારે તો તે શ્રીકૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા.

સહજાનંદ સ્વામી આજ્ઞા કરે છે કે શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરૂપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું ઈત્યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવુંઅને એવા જે તે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિષે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તિ કરવી ને સત્સંગ કરવો અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે.

સહજાનંદ સ્વામી સ્પષ્ટ રીતે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરે છે કેભગવાન શ્રીકૃષ્ણને સર્વથી અધિક જાણવા. શિક્ષાપત્રીની આ આજ્ઞાઓ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતોએ અનાપ-સનાપ પ્રવચનો કર્યા છે તથા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતોએ બાળકો અને કિશોરોને ભ્રમિત કરતાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે તેઓ જાહેરમાં માફી માંગીને ભૂલ સુધારશે ખરા? પોતાને સનાતન ધર્મથી ઉપર ગણનારાઓનો ગજ હિન્દુ ધર્મમાં ક્યારેય વાગતો નથી એ હકીકત સ્વામિનારાયણ સંપ્રદાયે યાદ રાખવી રહી. સંપ્રદાય જ્યારે ધર્મ થવા માટે જે ધર્મના આધારે તેઓ આગળ વધી રહ્યા છે તેઓએ પોતાની લીટી લાંબી કરવી જોઈએ. હજારો વર્ષોથી સનાતન ધર્મના મૂળિયાં અડીખમ છે તેની લીટી ટૂંકી કરવાના પ્રયાસ સરવાળે સ્વામિનારાયણ સંપ્રદાયને જ ભારે પડશે. આપણી મૂળ સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્રાર્થ કરવાની પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવી છે. બેજવાબદારીભર્યા જાહેર નિવેદનો કરવાની આપણી પરંપરા જ નથી. તેમ છતાં આમ કરીને આ વિવાદમાં સામેલ જાણે-અજાણ્યે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને હાનિ પહોંચાડી રહ્યા છે.તેને બદલે વિદ્વાન મધ્યસ્થીઓના માધ્યમથી સામ-સામે બેસીને ઉચ્ચ વિદ્વત્તાપૂર્ણ વેદ-ઉપનિષદ સાથે સુસંગત હોય તેવી રીતે પુરાવાઓ સહિત શાસ્ત્રાર્થ

સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો ‘અહમ’ અને ‘હું-પદ’ ત્યાગીને સુમેળ સાધીને સૌહાર્દનો સંદેશ પહોંચાડે

તાજેતરમાં થઇ રહેલા દ્વેષપૂર્ણ અને કડવાશથી ભરપુર નિવેદનો જો અટકશે નહીં તો હિંદુ ધર્મમાં દિવાલો ઉભી થતી જશે. જો આવી મતભેદોની દિવાલો ચણાઈ જશે તો પછી તે દિવાલોને તોડતા અને જોડતા દાયકાઓ નીકળી જશે

હિંદુ સંસ્કૃતિએ ક્યારેય મમભાવની વાત કરી નથી, હંમેશા અમારી, અમે સૌ, અમે સર્વે, અમે બધાંની વાત કરી છે, સનાતન ધર્મની સંસ્કૃતિએ ક્યારેય હું કે મારુંની વાત કરી જ નથી

કરીને સૌહાર્દ અને સુમેળનું વાતાવરણ ઉભું કરે એ સૌની ફરજ અને જવાબદારી છે.આવી તંદુરસ્ત ચર્ચાઓ કર્યા બાદ જાહેરમાં એક મંચ ઉપર આવીને સૌહાર્દ અને સુમેળના દર્શન કરાવો એ આજના સમયની માંગ છે.
કારણ કે ધર્મ જજીવનનો આધાર છે. હિંદુ ધર્મના વટવૃક્ષની છાંયમાં જે ધર્મો અનેસંપ્રદાયો ફૂલીફાલી રહ્યા છે તેમને જેની છાંય મળી રહી છે તેના મૂળને હચમચાવવાની કોશિશ ન કરવી જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ અહમ અને હું-પદ ત્યાગીને સુમેળ સાધીને સૌહાર્દનો સંદેશ પહોંચાડે અને તે બને તેટલી ઝડપથી. જેટલું મોડું થશે તેટલું ન ધારેલું નુકશાન થઇ શકે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતગણોએ ત્રણ પ્રકારની વિનમ્રતા કેળવવી જોઈએ:

પોતાને અપૂર્ણ માનીને બીજા પાસેથી લગાતાર નવું શીખવાની વિનમ્રતા
અન્ય સંપ્રદાય તેમજ ધર્મના માનવતાવાદી તત્વોનો સાર સમજવાની ઉત્કંઠા તથા તેને ગ્રહણ કરવાની વિનમ્રતા અને
તમારું પોતાનું અસ્તિત્વ ગુમાવ્યા વગર કે તમારા પોતાની અથવા તમારા પોતાના ધર્મ કે સંપ્રદાયની આગવી ઓળખ ગુમાવ્યા વગર એકબીજા સાથે સૌહાર્દ અને સુમેળથી એક થઇ જવાની વિનમ્રતા.
આ ત્રણ પ્રકારની વિનમ્રતા જેનામાં છે તે જ સાચો હિંદુ. બધા સંપ્રદાયો અને પેટા-સંપ્રદાયો પોતપોતાની રીતે પોતપોતાનામાં સુધાર લાવીને પૂર્ણતા તરફ આગળ વધે, એકબીજાથી શીખે, ફૂલેફાલે અને માનવતાના સાચા વિકાસમાં યોગદાન અર્પિત કરે.
એક રજકણ જ્યારે સૂરજ થવાનું શમણું જુએ છે ત્યારે શું થાય એ આપણને સૌને ખબર છે. તેવી જ રીતે એક સંપ્રદાય જ્યારે ધર્મ થવાનું શમણું સેવે છે ત્યારે હાલમાં જે થઈ રહ્યું છે એવું જ થાય. તાજેતરમાં થઇ રહેલા દ્વેષપૂર્ણ અને કડવાશથી ભરપુર નિવેદનો જો અટકશે નહીં તો હિંદુ ધર્મમાં દિવાલો ઉભી થતી જશે. જો આવી મતભેદોની દિવાલો ચણાઈ જશે તો પછી તે દિવાલોને તોડતા અને જોડતા દાયકાઓ નીકળી જશે.સંવાદથી દુર ભાગી રહેલા અને માત્ર એક માહોલ ઊભો કરવામાં જેમને રસ છે તેમને મારે કવિ નિરંજન ભગતની એક પંકિત કહેવી છે:
‘જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે!’
કવિ નિરંજન ભગતની કવિતાની આ લાઇન એકદમ સટીક છે કારણ કે હિંદુ સંસ્કૃતિએ ક્યારેય મમભાવની વાત કરી નથી. હિંદુ સંસ્કૃતિએ હંમેશા અમારી, અમે સૌ, અમે સર્વે, અમે બધાંની વાત કરી છે. હિંદુ સંસ્કૃતિએ ક્યારેય હું કે મારુંની વાત કરી જ નથી. વૈદિક સમયથી જ હિંદુ સંસ્કૃતિએ કહ્યું છે:

ર્લૈઉંખ્રગદ્વર્મૈ ર્લૈમડદ્વર્મૈ ર્લૈ મળજ્ઞ પણર્ળૈરુલ ઘળણટળપ્ર ।

આપણે સૌ (ધ્યાન રાખજો ‘હું’ નહીં) એક સાથે કદમથી કદમ મિલાવીને ચાલીએ. આપણે સૌ એક સાથે એટલે કે એકરાગ રાખીને સંવાદિતતા રાખીને બોલીએ. આપણા સૌના (ધ્યાન રાખજો ‘હું’ નહીં) મન એક થાવ.

ષ્ઠ લવ ણળમમટૂ।
લવ ણળે ધૂણુૂ।
લવ મ્રિૂહ્ણ ઇંફમળમવે।
ટજ્ઞઘાશ્ર્નમ ણળમઢટિપશ્ર્નટૂ।
પળ રુમરુદ્યરળમવે।
ષ્ઠ યળાધ્ટ: યળાધ્ટ: યળાધ્ટ:॥

પ્રભુ અમારા બધાની (ધ્યાન રાખજો મારી નહીં) સાથે સાથે રક્ષા કરે. સાથે સાથે પાલન-પોષણ કરે. અમે સૌ (ધ્યાન રાખજો ‘હું’ નહીં) સાથે સાથે શક્તિ પ્રાપ્ત કરીએ. અમારી (ધ્યાન રાખજો મારી નહીં) પ્રાપ્ત કરેલી વિદ્યા તેજ પ્રદાન કરે. અમે (ધ્યાન રાખજો ‘હું’ નહીં) અરસ-પરસ દ્વેષ ન કરીએ પરંતુ અમે પરસ્પર સ્નેહ કરીએ.
સ્વામિનારાયણ સંપ્રદાય કે જેને સમાજ માટે અનેક કલ્યાણકારી સેવાકાર્યો કર્યા છે અને તેને કારણે ગુજરાતે અઢળક પ્રેમ આપ્યો છે અને ખુલ્લા મનથી સ્વીકાર્યો છે ત્યારે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ફિરકાઓના ઉચ્ચ કોટિના સંતોની ફરજ બને છે કે તેઓ જાહેરમાં આવીને જે કઈં થયું છે તે બદલ દિલગીરી વ્યક્ત કરીને ફરી એક વખત સનાતન હિન્દુ ધર્મ માટે સૌહાર્દનું વાતાવરણ ઊભું કરે. હવે પહેલ સ્વામિનારાયણ સંપ્રદાયના ઉચ્ચ કોટિના સંતો તરફથી જ થવી અનિવાર્ય છે.

You Might Also Like

સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજુલાની મુલાકાતે પધાર્યા

રાજુલાના ચોત્રા ગામે દેવી ભાગવત કથાના વક્તા લાખણશીભાઇ ગઢવીનુ પત્રકાર એક્તા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું

રાજકોટમાંથી 3.67 લાખના હેરોઇન સાથે ગાયકવાડીના પેડલરને ઝડપી લેતી SOG

આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે: સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ

મિલકત ઉપર ચાલુ લોન છુપાવી શખ્સે બેનમાંથી વધુ બે લોન લઈ લીધી

TAGGED: devotees, SWAMINARAYNSAMPRADAY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આશાવર્કર બહેનોએ વેતન વધારાની માગ સાથે ‘નારી શોષણ બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા
Next Article શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા સામે FIR કરવા કેળવણી નિરીક્ષકે મંજૂરી માંગી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજુલાની મુલાકાતે પધાર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજુલાના ચોત્રા ગામે દેવી ભાગવત કથાના વક્તા લાખણશીભાઇ ગઢવીનુ પત્રકાર એક્તા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું
‘પહેલા પાર્કિંગ સ્પેસ બતાવો પછી જ નવી કાર ખરીદો’, ટ્રાફિકને કાબૂમાં રાખવા મહારાષ્ટ્ર સરકારનો નુસખો!
રાજકોટમાંથી 3.67 લાખના હેરોઇન સાથે ગાયકવાડીના પેડલરને ઝડપી લેતી SOG
દેશમાં 2024માં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ લોકોને કુલ રૂ.12000 કરોડનો દંડ!
દેશભરમાં રોજ 13 કરોડ કપ ચા પીવાય છે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજુલાની મુલાકાતે પધાર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજુલાના ચોત્રા ગામે દેવી ભાગવત કથાના વક્તા લાખણશીભાઇ ગઢવીનુ પત્રકાર એક્તા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટમાંથી 3.67 લાખના હેરોઇન સાથે ગાયકવાડીના પેડલરને ઝડપી લેતી SOG

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?