રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્ર ગીત વંદે માતરમ 150 ઉજવણીના ભાગરૂપે આજે તા.07-11-2025ના રોજ પંચાયત ભવન, મોચી બજાર ખાતે વક્તવ્ય તેમજ વંદે માતરમ રાષ્ટ્ર ગીતનું સમુહ ગાન કાર્યક્રમ યોજાયો તથા સ્વદેશી શપથ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમની પ્રસિદ્ધ થયા તા.07મી નવેમબરની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમયાન રાષ્ટ્ર ગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાય હતી અને એક નવી ઉંચાઈ હાંસલ કરેલ હતી. ભારતનું રાષ્ટ્ર ગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે.
જિલ્લા પંચાયતમાં ‘વંદે માતરમ’ ગાનની ઉજવણી સાથે સ્વદેશી અપનાવોના શપથ લેવાયા

Follow US
Find US on Social Medias


